Reliance emergency shuts unit at Jamnagar refinery
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • રિલાયન્સે જામનગર રિફાઇનરીનું સેકન્ડરી યુનિટ અચાનક કેમ બંધ કર્યું? કંપનીએ જણાવ્યું કારણ

રિલાયન્સે જામનગર રિફાઇનરીનું સેકન્ડરી યુનિટ અચાનક કેમ બંધ કર્યું? કંપનીએ જણાવ્યું કારણ

 | 10:08 am IST
  • Share

દેશની ખાનગી રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જણાવ્યું હતું કે ગુજરાતના જામનગર ખાતેની તેની નિકાસલક્ષી રિફાઇનરીનું સેકન્ડરી યુનિટ 6 જૂનથી બંધ થયું છે. રિફાઇનરી દૈનિક 7,04,000 બેરલ ક્રૂડ ઓઇલને પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે અને વિશ્વના સૌથી મોટા રિફાઇનિંગ કોમ્પલેક્સનો ભાગ છે. રિલાયન્સ કે જે રિફાઇનિંગ કોમ્પલેક્સ ઓપરેટ કરે છે તેમણે રિફાઇનરીના ફ્લુઇડાઇઝ કેટાલિટિક ક્રેકિંગ યુનિટ (FCCU)ના ઇમરજન્સી શટડાઉન માટે કોઇ કારણ દર્શાવ્યું નથી.

કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે FCCU યુનિટ ચોચની પ્રાથમિકતા સાથે રિપેર કરવામાં આવી રહ્યું છે અને જેમ બને તેમ ઝડપથી ફરીથી શરૂ થવાની અપેક્ષા છે. વધુમાં જણાવ્યું હતું કે તેને પરિણામે કેટલીય પ્રોડકટસના શિપમેન્ટસમાં કદાચ વિલંબ થઇ શકે છે અને અમે ગ્રાહકો પર તેની ઓછામાં ઓછી અસર થાય તે માટેના પ્રયાસો કરી રહ્યા છીએ.

ઘટનાક્રમથી સારી રીતે પરિચિત એક સૂત્રએ જણાવ્યું હતું કે એક સપ્તાહના સમયગાળામાં યુનિટનું સમારકામ થઇ જવાની અપેક્ષા છે. અત્રે નોંધનીય છે કે જામનગરમાં રિફાઇનિંગ કોમ્પલેક્સમાં બે રિફાઇનરીઓ આવેલી છે. 7,04,000 bpd નિકાસલક્ષી પ્લાન્ટ 3,30,000 bpd રિફાઇનરી સાથે જોડાયેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન