reliance Power failed to pay money to IDBI and DBS
  • Home
  • Business
  • રિલા. પાવર IDBI અને DBSને નાણા ચૂકવવામાં નિષ્ફળ ગઈ

રિલા. પાવર IDBI અને DBSને નાણા ચૂકવવામાં નિષ્ફળ ગઈ

 | 1:41 am IST
  • Share

  • રિલાયન્સ પાવર ડીબીએસ બેંક અને આઈડીબીઆઈ બેંકને ઈન્ટરેસ્ટ પેમેન્ટમાં નાદાર બની 

  • આઈડીબીઆઈ બેંકની ર્વિંકગ કેપિટલ સુવિધા અને કુલ મુદલ રૂ. 42 કરોડ જેટલી 

અનિલ ધીરુભાઈ અંબાણી જૂથની કંપની રિલાયન્સ પાવર ડીબીએસ બેંક અને આઈડીબીઆઈ બેંકને અનુક્રમે રૂ. 1.17 કરોડ અને રૂ. 44 લાખના ઈન્ટરેસ્ટ પેમેન્ટમાં નાદાર બની છે. કંપનીએ 30 ઓક્ટોબરે ઉપરોક્ત બેંક્સને આ ચુકવણી કરવાની થતી હતી. બીએસઈને એક ફાઈલિંગમાં એડીએજી જૂથની કંપનીએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે તે યસ બેંક, આઈડીબીઆઈ બેંક અને ડીબીએસ સાથે ટર્મલોન્સ અને ર્વિંકગ કેપિટલ માટેની ગોઠવણ ધરાવે છે.

ગુરુવારે આર પાવરનો શેર જોકે 3.16 ટકા સુધારા સાથે રૂ. 13.05ની સપાટી પર બંધ જોવા મળ્યો હતો. યસ બેંકમાં કંપનીના એક્સપોઝરને લઈને 26 ડિસેમ્બર 2021 સુધી જૈસેથે સ્થિતિ લાગુ પડે છે. આઈડીબીઆઈ બેંકની ર્વિંકગ કેપિટલ સુવિધા અને કુલ મુદલ રૂ. 42 કરોડ જેટલી છે. આ એક સિક્યોર્ડ ક્રેડિટ છે અને તેના પર વાર્ષિક  12.5 ટકાના દરે વ્યાજ લાગુ પડે છે.

ડીબીએસની રૂ. 113 કરોડની ટર્મ લોન પણ સિક્યોર્ડ પ્રકારની છે અને તે આઠ વર્ષની મુદત ધરાવે છે. તેના પર 13 ટકાના દરે વ્યાજ લાગુ પડે છે. કંપની વિવિધ બેંક્સ અને ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટયુશન્સ તરફ્થી રૂ. 1194 કરોડનું કુલ આઉટસ્ટેન્ડિંગ બોરોઇંગ ધરાવે છે. જેમાં લોન્સ પર એકત્ર થયેલા ઈન્ટરેસ્ટ્સની રકમનો સમાવેશ પણ થાય છે. જ્યારે લિસ્ટેડ કંપનીનું શોર્ટ-ટર્મ અને લોંગ-ટર્મ ડેટ મળીને કુલ રૂ. 1440 કરોડનું દેવું બેસે છે. કંપની કોલ, ગેસ, હાઈડ્રો અને રિન્યૂએબલ એનર્જી મળીને કુલ 5945 મેગાવોટ્સનો પોર્ટફોલિયો ધરાવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો