Remove alcohol enforcement: Demand in Gujarat HC
  • Home
  • Ahmedabad
  • દારૂબંધીના અમલમાં ભલીવાર નથી, હટાવો એ જ હિતાવહ : HCમાં માગ

દારૂબંધીના અમલમાં ભલીવાર નથી, હટાવો એ જ હિતાવહ : HCમાં માગ

 | 6:30 am IST
  • Share

  • પોલીસ જ પ્રોટેક્શન મની લઈ બુટલેગર્સને દારૂ વેચવા પ્રોત્સાહિત કરે છે, અરજીમાં દાવો
  • સત્તામાં બેઠેલા જ લાભાર્થી છે, દારૂબંધી હટે તો રાજ્યને મહિને 200 કરોડની આવક વધે તેમ છે
  • સરકારી કર્મચારીઓ જ દારૂના બંધાણી, ટેસ્ટ કરાવો તો ખબર પડે

હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, રાજ્યમાં અસંખ્ય સરકારી કર્મીઓ ખાનગી સ્થળે દારૂનુ સેવન કરે છે. જો દર ત્રણ મહિને આ કર્મચારીઓના લોહીના રિપોર્ટ કે ટેસ્ટ લેવામાં આવે તો આ સમગ્ર વાત સ્પષ્ટ થશે. આ સાથે જ ખબર પડશે કે રાજ્યમાં દારૂ કેટલી સરળતાથી મળી રહ્યો છે અને દારૂબંધીનો કાયદો કંઈ રીતે અમલી બનેલો છે. સરકારી કર્મચારીઓના લોહીના ટેસ્ટ લેવા મુદ્દે સરકારી તંત્રને રજૂઆત પણ કરેલી છે. અરજદાર માત્ર એ જ સ્પષ્ટ કરવા માગે છે કે, રાજ્યમાં દારૂબંધીનો કાયદો કેટલી વામણી રીતે અમલી બનેલો છે.

હેલ્થ પરમિટના નામે મંજૂરી અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન

સરકાર હેલ્થ પરમિટના નામે દારુબંધીમાં છૂટછાટ આપે છે. જેના નામ પર તંત્ર દ્વારા મંજૂરી આપવાના મુદ્દે ભ્રષ્ટાચાર આચરે છે. કાયદામાં મળેલી આ છૂટછાટ આપખુદ પ્રકારની છે. તંત્ર આના નામ પર દારૂનંુ સેવન કરનારા અને નહીં કરનારા વચ્ચે ભેદભાવ ન કરી શકે.

IMFL ઈન્ડસ્ટ્રીઝ લાખો લોકોને રોજગાર આપે છે

ઈન્ડિયન મેડ ફોરેન લિકર્સ (આઈએમએફએલ) ઈન્ડસ્ટ્રી દર વર્ષે અંદાજે રૂ. 1 લાખ કરોડનો ટેક્સ આપે છે. જે 35 લાખ કુટુંબોને સીધી કે આડકતરી રીતે રોજગાર આપે છે. આ ઈન્ડસ્ટ્રીઝ લાખો લોકોને રોજગાર આપે છે.

ગુજરાતમાં દારુબંધીનો કાયદો માત્ર કાગળ પર જ છે, ઠેરઠેર દારુ મળે છે, આ કાયદાના બિનઅસરકારક અમલના લીધે રાજ્યમાં ભ્રષ્ટાચારનુ પ્રમાણ વધ્યું છે ત્યારે ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો ખરા અર્થમાં કડકાઈથી અમલ તો થતો નથી તો તેને હટાવી દેવો તે જ હિતાવહ હોવાની માગ સાથે ગુરૂવારે હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠમાં વધુ એક અરજી કરવામાં આવી છે. સુનાવણી બાદ, હાઈકોર્ટે અરજીને આ મુદ્દા પર થયેલી અન્ય અરજીઓ સાથે જોડી છે. કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે અરજદારના વકીલને સવાલ કર્યો હતો કે, અરજીમાં જે માગ છે તે વિપરીત પ્રકારની છે. તમે દારૂબંધીના કાયદાના મુદ્દે સરકારને સમર્થન કરો છો કે વિરોધ? જેના જવાબમાં અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે, તેઓ સરકારને સમર્થન કરે છે. બીજી તરફ, સરકારની રજૂઆત હતી કે, જો તેઓ સમર્થન કરે છે તો સારી વાત છે.  અરજદારના વકીલની રજૂઆત હતી કે, રાજ્યમાં દારુબંધીનો કાયદો માત્ર કહેવા ખાતર જ છે, આ સંજોગોમાં તો રાજ્યમાંથી દારુબંધીનો કાયદો હટાવી લો. કાયદાના કડકના અમલના અભાવે રાજ્યમાં અસંખ્ય લોકો દારૂ વેચવાના ધંધા સાથે સંકળાયેલા છે. ખુદ પોલીસ બુટલેગરોે પાસેથી પ્રોટેક્શન મની લઈને દારુના વેચાણને પ્રોત્સાહન આપી રહી છે. ગુજરાતમાં એટલી હદે દારુ છે કે, રાજ્યના તંત્રએ થોડા વર્ષ પહેલા, રૂ. 2548 કરોડથી વધુની કિંમતનો દારૂ જપ્ત કરેલો છે. તંત્ર જો દારૂબંધીનો કાયદો હટાવી દે તો સરકારના અનેક ખર્ચાઓ ઘટશે અને આવક વધશેે. એક સર્વે મુજબ રાજ્ય સરકાર દર મહિને અંદાજે રૂ. 200 કરોડની આવક મેળવી શકે છે. જેના આધારે લોક કલ્યાણના કાર્યો કરી શકાશે. જો કે, સત્તામાં બેઠેલા કેટલાક લોકો તેમના અંગત લાભ ખાતર આ વાતને મંજૂરી આપતા નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો