જો રોજ કરશો આ વસ્તુઓનું સેવન, તો ઉતરી જશે ચશ્માના નંબર - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • જો રોજ કરશો આ વસ્તુઓનું સેવન, તો ઉતરી જશે ચશ્માના નંબર

જો રોજ કરશો આ વસ્તુઓનું સેવન, તો ઉતરી જશે ચશ્માના નંબર

 | 12:20 pm IST
  • Share

આજકાલ નાની ઉંમરમાં ચશ્મા આવવા એક સામાન્ય બાબત છે. જો કે નંબર આવવાનું મુખ્ય કારણ આંખોની યોગ્ય દેખભાળ ન કરવી અને ભોજનમાં પોષક તત્વોની કમી. આ સિવાય પણ કેટલાક એવા કારણો હોય છે જેમાં નાની ઉંમરમાં જ આંખ પર ચશ્મા આવી જતાં હોય છે. જો તમે પણ આ સમસ્યાથી કંટાળી ગયા હોવ તો આજે અમે તમને કેટલાક એવા ઘરેલુ નુસખા બતાવવાના છીએ જે અજમાવીને તમે આંખોના નંબરમાંથી કાયમ માટે છુટકારો મળી જશે.

ઈલાયચી
એક ઈલાયચી અને એક ચમચી વરિયાળીને એક ગ્લાસ દૂધ સાથે પીવાથી ચશ્માના નંબર ઉતરી જાય છે.

પાલક અને મેથી
રોજ પાલક અને મેથીનું સેવન કરવાથી આંખોની રોશની તેજ થાય છે તેમજ લાગેલા ચશ્મા પણ ઉતરી જાય છે.

અખરોટ
અખરોટના તેલથી આંખોની ચારેબાજુ મસાજ કરવાથી નંબરમાં ઘટાડો થાય છે.

ગાજરનો જ્યુસ
રોજ એક ગ્લાસ ગાજરનો જ્યુસ પીવાથી તમારી આંખો પર લાગેલા ચશ્માના નંબર જલ્દી ઓછા થઇ જાય છે.

બદામ
જો તમે રોજ સવારે ખાલી પેટે 7-8 બદામ પલાળીને ખાશો તો બે-ત્રણ મહિનામાં તમારા ચશ્માના નંબર ઓછા થઇ જશે.

આમળા
સવારે ખાલી પેટે આમળાનો રસ પીવાથી તેમજ દિવસ દરમિયાન આમળાના મુરબ્બાનુ સેવન કરવાથી આંખોની રોશની વધે છે અને ચશ્માના નંબરમાં પણ ઘટાડો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન