પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી છે. સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઇ છે. તો સાથે જ કઇ થીમના આધારે પરેડ કરવામાં આવશે તેની પણ રિહર્સલ કરવામાં આવી હતી. 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે વિવિધ પ્રકારની ઝાંખીઓ પણ તૈયાર કરાઇ છે. 26મી જાન્યુઆરી 2025ના રોજ લાલ કિલ્લા પર ગણતંત્રની ઉજવણી કરવામાં આવશે. આ સમયે કોણ-કોણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.


76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે 31 ઝાંખીઓ, સૈન્યની ટુકડીઓ અને ઇંડોનેશિયાના મુખ્ય અતિથિ સાથે સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ આકર્ષણના કેંદ્રો જોવા મળશે. લાલ કિલ્લા પર પરેડ કરવામાં આવશે. આ સમય દરમિયાન સાંસ્કૃતિક વિવિધતા અને સૈન્ય શક્તિનું મિશ્રણ જોવા મળશે. તો આ સાથે જ 75 વર્ષ અને જનભાગીદાર પર વિશેષ ધ્યાન કેંદ્રીત કરાશે. ગણતંત્રની શરૂઆત સવારે પરેડથી કરવામાં આવશે. જેમાં પીએમ મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પિત કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મ બગ્ગીમાં બેસીને કર્તવ્ય પથ પર પહોંચશે. અને સલામી ઝિલશે. જેમાં સૈન્યની વિવિધ ટુકડીઓ સામેલ રહેશે. 76માં પ્રજાસત્તાક દિવસની પરેડ સવારે વિજય ચોકથી શરુ કરવામાં આવશે. વિજય ચોક બાદ કર્ત્વય પથ તરફ આગળ વધશે. ઇંડિયા ગેટથી શરુ કરીને લાલ કિલ્લા પર પરેડ સમાપ્ત થશે. સમારોહનું સમાપન 47 વિમાનો દ્વારા ફ્લાઇપોસ્ટથી કરાશે. જેમાં ભારતીય એર ફોર્સ પોતાનું શક્તિ પ્રદર્શન કરશે.

26મી જાન્યુઆરીનું શુ છે મહત્ત્વ ?

ભારત 1947ના રોજ સ્વતંત્ર થયુ હતુ. જે બાદ 26મી જાન્યુઆરી 1950ના રોજ સંવિધાન દેશવાસીઓના હાથમાં આવ્યુ હતુ. સંવિધાનને સ્વીકાર્યા બાદ ભારતને લોકતાંત્રિક અને ગણતંત્ર રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યુ હતુ.

કઇ થીમના આધારે કરાશે પરેડ ?

પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરિયાન પરેડની થીમ સ્વર્ણિમ ભારત-વિરાસત અને વિકાસના આધારે રહેશે. ભારતીય બંધારણ બન્યાને 75 વર્ષ પૂર્ણ થશે. જેને ધ્યાનમાં રાખીને ખાસ ઉજવણી કરવામાં આવશે. દેશના વિવિધ રાજ્યો, કેંદ્ર શાસિત પ્રદેશો અને કેંદ્ર સરકારના મંત્રાલયોની ઝાંખી સામેલ કરાશે. જેમાં સાંસ્કૃતિક વારસો જોવા મળશે. આ ઉપરાંત ઇંડોનેશિયાના 160 સભ્યો માર્ચિંગ દળ અને 190 સદસ્યોનું બેંડ પણ ભારતીય સૈન્યની ટુકડીઓ સાથે ભાગ લેશે. 

  • Follow us on: