ભારત આજે 76મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. સમગ્ર દેશ દેશ ભક્તિના રંગે રંગાઇ ગયુ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 76માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેશભક્તિના અનોખા રંગ જોવા મળ્યા હતા આ તમામ વચ્ચે ખુબજ દુર્ગમ કહી શકાય તેવી જગ્યાઓ પર પણ ભારતના રાષ્ટ્રધ્વજને લહેરાવવામાં આવ્યો હતો.


[[$googlead]]

ઉત્તર પશ્ચિમ સરહદના ITBP જવાનોએ લદ્દાખના લેહના 14000 ફૂટ ઊંચા દુર્ગમ વિસ્તારમાં તિરંગા સાથે કૂચ કરી હતી. ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ લદ્દાખમાં 14 હજાર ફૂટની ઉંચાઈ પર તિરંગો ફરકાવ્યો હતો. આ સિવાય ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસના જવાનોએ પણ લદ્દાખના પેંગોંગ ત્સો તળાવના કિનારે 14,000 ફૂટની ઉંચાઈ પર દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી.

કર્તવ્ય પથ પર 16 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઝાંખીમાં ભારતીય સંસ્કૃતિ જોવા મળી

[[$alsoread]]

કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસની પરેડમાં 16 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઝાંખીમાં સાંસ્કૃતિક વિવિધતા દર્શાવવામાં આવી હતી. પ્રજાસત્તાક દિવસની પરેડમાં 16 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારના 10 મંત્રાલયો અને વિભાગોની ઝાંખીઓ પ્રદર્શિત કરવામાં આવી હતી.

ઝાંખીની મુખ્ય થીમ 'ગોલ્ડન ઈન્ડિયાઃ હેરિટેજ એન્ડ ડેવલપમેન્ટ' છે.

ગોવા: ગોવાનો સાંસ્કૃતિક વારસો

ઉત્તરાખંડ: સાંસ્કૃતિક વારસો અને સાહસિક રમતો

હરિયાણા: ભગવત ગીતાનું પ્રદર્શન

ઝારખંડ: 'ગોલ્ડન ઝારખંડ'- વારસો અને પ્રગતિનો વારસો

ગુજરાત: સુવર્ણ ભારત-વારસો અને વિકાસ

આંધ્ર પ્રદેશ: અટીકોપ્પાકા બોમ્માલુ- પર્યાવરણને અનુકૂળ લાકડાના રમકડાં

પંજાબઃ પંજાબ જ્ઞાન અને બુદ્ધિની ભૂમિ

ઉત્તર પ્રદેશ: મહાકુંભ 2025- ગોલ્ડન ઈન્ડિયા હેરિટેજ એન્ડ ડેવલપમેન્ટ

બિહાર: ગોલ્ડન ઈન્ડિયા: હેરિટેજ એન્ડ ડેવલપમેન્ટ (નાલંદા યુનિવર્સિટી)

મધ્ય પ્રદેશ: કુનો રાષ્ટ્રીય ઉદ્યાન - ચિત્તાઓની ભૂમિ

આંધ્ર પ્રદેશ: અટીકોપ્પાકા બોમ્માલુ- પર્યાવરણને અનુકૂળ લાકડાના રમકડાં

ત્રિપુરા: શાશ્વત આદર: ત્રિપુરામાં 14 દેવોની પૂજા - ખાર્ચી પૂજા

કર્ણાટક: લક્કુંડી- પથ્થરની કારીગરીનું પારણું

પશ્ચિમ બંગાળ: ‘લક્ષ્મી ભંડાર’ અને ‘લોક પ્રસાર પ્રકલ્પ’ – બંગાળમાં જીવનને સશક્ત બનાવવું અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવું

ચંડીગઢ: વારસો, નવીનતા અને ટકાઉપણુંનું સુમેળભર્યું મિશ્રણ

દિલ્હી: ગુણવત્તાયુક્ત શિક્ષણ

દાદરા નગર હવેલી અને દમણ અને દીવ: કુકરી મેમોરિયલ સાથે દમણ એવરી બર્ડ પાર્ક – ભારતીય નૌકાદળના બહાદુર ખલાસીઓને શ્રદ્ધાંજલિ

  • Follow us on: