Review decission Of school open for students amid corona Omicron variant
  • Home
  • Gujarat
  • બાળકો માટે ઓમિક્રોન ઘાતક, સ્કૂલો શરૂ કરવાના નિર્ણયની ફેરવિચારણા કરો

બાળકો માટે ઓમિક્રોન ઘાતક, સ્કૂલો શરૂ કરવાના નિર્ણયની ફેરવિચારણા કરો

 | 5:35 pm IST
  • Share

  • ‘ઓમિક્રોન’ મુદ્દે પીડિયાટ્રિક પ્રોટોકોલ કોવિડ કમિટી મેમ્બરનું નિવેદન

  • હજુ સુધી બાળકોનું વૅક્સિનેશન નથી કરવામાં આવ્યું

  • ઓમિક્રોન કેટલો ઘાતક છે તે જાણવું મુશ્કેલ

દક્ષિણ આફ્રિકાથી સમગ્ર વિશ્વના અનેક દેશોમાં ફેલાયેલો જીવલેણ કોરોના વાઇરસના નવા ઘાતક વેરિએન્ટ ‘ઓમિક્રૉન’એ હવે ગુજરાતમાં પણ પગપેસારો કરી દીધો છે. ગઈકાલે ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા એક વ્યક્તિમાં ઓમિક્રોન વેરિએન્ટની પુષ્ટી થયા બાદ સરકાર તેમજ આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે. એવામાં નાના બાળકોને લઈને ગુજરાત પીડિયાટ્રિક પ્રોટોકોલ કોવિડ કમિટીના મેમ્બરનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.

ડૉ બળદેવ પ્રજાપતીનું કહેવું છે કે, ઓમિક્રોન વેરિએન્ટ કેટલો ઘાતક છે, તે જાણવું મુશ્કેલ છે. જો કે બાળકો માટે કોરોનાનો ઓમિક્રૉન વેરિએન્ટ ઘાતક નીવડી શકે છે. આપણે બાળકોને બચાવવા માટે ત્વરીત પગલા લેવાની જરૂર છે.

આ માટે સરકારે પણ સ્કૂલો શરૂ કરવાના નિર્ણય અંગે ફેરવિચારણા કરવાની જરૂર છે. આપણે બીજી વેવની ઘાતક અસરો ભૂલવી ના જોઈએ. બાળકો માટે સરકાર, શિક્ષકો, સંચાલકો અને વાલીઓએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કોરોનાના આ વેરિએન્ટને અન્ય વેરિએન્ટ કરતાં વધારે ઘાતક જાહેર કરી ચૂક્યું છે. ઓમિક્રોન વેરિએન્ટમાં વેક્સિનેશનથી બનનારી ઈમ્યૂનિટીની અસર નહીંવત જોવા મળી રહી છે. જો કે હવે આ વેરિએન્ટનો વધુ એક ખતરો સામે આવ્યો છે. જેમાં તે બાળકોને પણ પોતાનો શિકાર બનાવી શકે છે. દક્ષિણ આફ્રિકામાં 5 વર્ષની નાની વયના બાળકો ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થયા હોવાના કેસ નોંધાયા છે. આમ પણ કોરોના વાઇરસના ઓમિક્રોન વેરિએન્ટથી બાળકોને જ સૌથી વધારે જોખમ છે, કારણ કે તેમનું વેક્સિનેશન હજુ સુધી નથી કરવામાં આવ્યું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો