rhea chakraborty career relationship sushant singh rajput
  • Home
  • Featured
  • Photos: ફિલ્મો કરતા વિવાદોમાં ફસાયેલી રહી રિયા ચક્રવર્તી, વારંવાર ચર્ચામાં છવાઈ

Photos: ફિલ્મો કરતા વિવાદોમાં ફસાયેલી રહી રિયા ચક્રવર્તી, વારંવાર ચર્ચામાં છવાઈ

 | 2:17 pm IST

કેટલીક એકટ્રેસ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એવી છે જે પોતાની ફિલ્મો કરતા વિવાદોના કારણે સતત ચર્ચામાં છવાયેલી રહે છે. આવુ જ એક નામ એટલે રિયા ચક્રવર્તી. હાલ રિયા તેની સુશાંત સાથેની રિલેશનશિપને લઇને ચર્ચામાં છવાયેલી રહી છે. તો એ જ સમયે રિયાના મહેશ ભટ્ટ સાથેના પિક્ચરે પણ ચર્ચાનો મુદ્દો બનાવ્યો હતો.

સુશાંત સિંહ સાજપૂતે આત્મહત્યા કરી લેતા પોલીસ રિયાની પણ પુછપરછ કરી રહી છે. રિયા સુશાંતની ખુબજ નજીક હોવાથી સવાલો પુછવામાં આવે તે સ્વાભાવિક છે. સમાચારોતો એવા પણ હતા કે રિયા અને સુશાંત 2020ના નવેમ્બરમાં લગ્ન કરવાના હતા. પોલીસ સુશાંતે કેમ આત્મહત્યા કરી લીધી તે મામલે તપાસ કરી રહી છે.

દરમિયાન રિયા ચક્રવર્તીની આવી કેટલીક તસવીરો ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટ સાથે જોવા મળી છે, જેને લોકો પચાવી નથી શકતા. આ તસવીરોમાં મહેશ ભટ્ટ રિયાને ગળે લગાવેલો જોવા મળ્યો હતો.

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ચાહકોની માંગ છે કે સુશાંતના મોતની સંપૂર્ણ તપાસ થવી જોઇએ. સુશાંતના પરિવારના સભ્યો અને તેના નજીકના સબંધીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં રિયા ચક્રવર્તીનું નામ પણ હતું.

રિયા ચક્રવર્તી ફિલ્મ જલેબીની રિલીઝથી ચર્ચામાં છવાઈ હતી. આની પાછળ તેનું પોસ્ટર ચર્ચામાં છવાયુ હતુ. પોસ્ટરમાં તે ટ્રેનની બારીમાંથી બહાર નીકળીને કો એક્ટરને કીસ કરતી વજર આવી હતી. પોસ્ટર મીમ્સ પણ વાયરલ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન