Rich Ration Card Holder Search With The help Of RTO In Gandhinagar
  • Home
  • Featured
  • ગાંધીનગર: રેશન કાર્ડનો લાભ લેનારા ‘શ્રીમંત ગરીબો’ પર તંત્રની તવાઈ

ગાંધીનગર: રેશન કાર્ડનો લાભ લેનારા ‘શ્રીમંત ગરીબો’ પર તંત્રની તવાઈ

 | 9:16 pm IST
  • Share

  • ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રનો નવતર પ્રયોગ
  • RTO પાસેથી મોંઘી ગાડીઓના માલિકોની યાદી મંગાવાઈ
  • NSFA હેઠળ પાત્રતા ન ધરાવતા કાર્ડધારકોને શોધાશે

ગુજરાતમાં અનેક લોકો શ્રીમંત હોવા છતાં રેશનકાર્ડ ધરાવતા હોઈ તેના લાભ લેતા હોવાના કિસ્સાઓ અનેક વખત સામે આવી ચૂક્યાં છે. આવા ‘શ્રીમંત ગરીબો’ને શોધી કાઢવા માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ માટે વહીવટી તંત્ર દ્વારા RTO પાસેથી વાહન માલિકોની યાદી મંગાવવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત મિગતો મુજબ, મોંઘી ગાડીઓ ધરાવતા અને રેશન કાર્ડનો લાભ લેતા આવા પાત્રતા ના ધરાવનારા રેશનકાર્ડ ધારકોને શોધી કાઢવા માટે ગાંધીનગર જિલ્લા પૂરવઠા વિભાગે નવો રસ્તો અપનાવ્યો છે. જેમાં RTO પાસેથી વાહનો ધરાવતા માલિકોની યાદી મંગાવવામાં આવી છે.

એક વખત RTO કચેરી પાસેથી વાહનો ધરાવતા માલિકોની યાદી મળી જાય, તે પછી એ યાદી અનુસાર સબંધિત મામલતદારો દ્વારા તપાસ કરીને NSFA હેઠળ પાત્રતા ના ધરાવતા રેશન કાર્ડ ધારકોને શોધી કાઢવા માટે આયોજન કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો