Riddhi Group refuses to contribute for Jagatpur Bridge, AMC to bear all costs
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કન્યાની કેડે વધુ ભાર: જગતપુર બ્રિજ માટે રિદ્ધિ ગ્રુપે ફાળો આપવાનો ઇન્કાર કર્યો, AMC જ તમામ ખર્ચ ઉપાડશે

કન્યાની કેડે વધુ ભાર: જગતપુર બ્રિજ માટે રિદ્ધિ ગ્રુપે ફાળો આપવાનો ઇન્કાર કર્યો, AMC જ તમામ ખર્ચ ઉપાડશે

 | 9:59 pm IST
  • Share

અમદાવાદના ચાંદલોડિયામાં 66 કરોડના ખર્ચે બની રહેલ જગતપુર બ્રિજ પર હવે કોર્પોરેશન જ તમામ ખર્ચે ઉપાડશે. એટલે કે કન્યાની કેડે વધુ ભાર પડવાનો છે. રિદ્ધિ ગ્રુપે 25 ટકા ફાળો આપવાનો ઇન્કાર કર્યો છે. તો સાથે પોતાની ફાઈલો ક્લિયર થાય તો ફેરવિચારણાની શરતો પણ રાખી છે.

ચાંદલોડિયામાં જગતપુર રેલવે ક્રોસિંગ પર PPP ધોરણે ઓવરબ્રિજ બનાવવા માટે 25 ટકા ફાળો આપવા કમિટમેન્ટ કરીને ફરી ગયેલ સિદ્ધિ ગૂપે 25 ટકા ફાળો આપવા હાથ ઉંચા કરી દીધા છે. જેમા કારણે હવે AMC પર અંદાજે રૂ.15 કરોડથી વધુનો ખર્ચ બોજ પડશે. જગતપુર રેલવે ઓવર બ્રિજમાં AMC અને સિદ્ધિ ગુપ વચ્ચેના PPP મોડલનો ફિયાસ્કો થઈ ગયો છે. અને છેવટે મ્યુનિ.ને ખર્ચ ઉઠાવવાની નોબત આવી છે. જગતપુર ફ્લાયઓવરના ખર્ચમાં 25 ટકા ફાળો આપવા સંમત થઈને પીછેહઠ કરનાર રિદ્ધિ ગ્રુપે આર્થિક સ્થિતિ કથળી હોવાનું બહાનું આગળ ધરીને ખર્ચ આપવાનો ઈન્કાર કર્યો હતો.

પરંતુ આ જ રિદ્ધિ કંપનીએ પોતાની મિટિંગ દરમિયાન ઔડામાં સબમિટ કરેલી તેની સ્કીમોના પ્લાન ઝડપથી પાસ કરાવી આપવામાં આવે તો આ 25 ટકા રકમ આપવા ફરીથી વિચારણા કરવાની રજૂઆત કરીને સોદાબાજી કરવા અને AMCને બ્લેકમેલ કરવા તેમજ ભાજપના શાસકો અને તંત્રનું નાક દબાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ રોડ એન્ડ બિલ્ડીંગના ચેરમેન આ વાત સ્વીકારવા તૈયાર જ નથી.

કોર્પોરેશનના અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખ વચ્ચેના સંકલનના અભાવે લેભાગુ કોન્ટ્રાક્ટરો ફાવી જાય છે. જગતપુર બ્રિજ માટેના કામને હાલ આવતી કમિટી માટે આગળ કરવામાં આવ્યું છે. જો અને તો ની શરતો સાથે શરૂ થયેલી આ સોદાબાજીમાં કોણ ફાવે છે તે સમય જ બતાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન