Rise in TB Patient deaths over the past decade: WHO
  • Home
  • Featured
  • છેલ્લા એક દાયકામાં ટીબીથી થયેલાં મૃત્યુમાં વધારો : WHO

છેલ્લા એક દાયકામાં ટીબીથી થયેલાં મૃત્યુમાં વધારો : WHO

 | 8:10 am IST
  • Share

  • ટીબીથી થયેલાં મૃત્યુનો આંક કોરોના પછી બીજા ક્રમે
  • વિશ્વભરમાં હાલમાં 41 લાખ લોકો ટીબીનાં શિકાર હોવાનો WHOનો અંદાજ
  • હાલ વિશ્વમાં 4.1 મિલિયન લોકો ટીબીથી પીડાઈ રહ્યા છે

 

આખા વિશ્વમાં છેલ્લા એક દાયકામાં ટીબીને કારણે થયેલા મૃત્યુમાં વધારો થયો હોવાનો ચોંકાવનારો અહેવાલ WHO દ્વારા રજૂ કરાયો છે.  તેનાં 2021 ગ્લોબલ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, કોરોનાને કારણે ટીબીને અંકુશમાં લેવામાં અવરોધો સર્જાયા હતા. આને કારણે ગયા વર્ષે ટીબીને કારણે મોટી સંખ્યામાં દર્દીઓનાં મોત થયાં હતાં.

કોરોના મહામારીને કારણે સંક્રમિક જીવાણુઓથી થતા આ રોગથી પીડાતા દર્દીઓનું નિદાન પણ ઓછું થઈ શક્યું હતું અને સારવાર પણ ઓછી થઈ હતી. 2021 અને 2022માં ટીબીને કારણે થનાર મૃત્યુનાં પ્રમાણ ઊંચું રહેશે તેવી ભીતિ રિપોર્ટમાં વ્યક્ત કરાઈ છે

ટીબીથી મૃત્યુમાં વધારો ચેતવણીજનક : ગેબ્રેસિયસ

WHOનાં વડા ગેબ્રેસિયસે ટીબીથી મૃત્યુમાં થયેલા વધારાને ચેતવણીજનક ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, ગ્લોબલ ટીબી રિપોર્ટે અમારો જે ભય હતો તેને સાચો પાડયો છે. કોરોનાને કારણે ટીબીની સારવારમાં રહેલી ખામીઓ હવે સામે આવી રહી છે. ટીબીનાં નિદાન અને સારવાર માટે રોકાણ કરવા તેમજ રિસર્ચ કરવા તેમણે વિશ્વને અપીલ કરી હતી.

હાલ વિશ્વમાં 4.1 મિલિયન ટીબીનાં દર્દીઓ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું હતું કે, હાલ વિશ્વમાં 4.1 મિલિયન લોકો ટીબીથી પીડાઈ રહ્યા છે. 2019માં ટીબીનાં દર્દીઓની સંખ્યા 1.2 મિલિયન હતી તેમાં જંગી વધારો થયો છે. જો કે, 2019 અને 2020માં ભારત, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને ચીનને ટીબીને અંકુશમાં લેવામાં સફળતા મળી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો