Roads Like Katrina Kaif's Cheeks Rajasthan Minister's Video Goes Viral
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘કેટરિના કૈફના ગાલ…’,રાજસ્થાનના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

‘કેટરિના કૈફના ગાલ…’,રાજસ્થાનના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

 | 4:09 pm IST
  • Share

  • રાજસ્થાનના મંત્રી રાજેન્દ્ર સિંહ ગુડાનું વિવાદાસ્પદ નિવેદન
  • કેટરિના કૈફના ગાલ જેવા રસ્તાઓ બનાવવા જોઇએ

રાજસ્થાનના પંચાયત મંત્રી રાજેન્દ્ર સિંહ ગુડા બોલીવુડની ગ્લેમર ગર્લ કેટરિના કૈફ પર વિવાદાસ્પદ નિવેદન આપીને ચર્ચામાં આવ્યા છે. ઝુંઝુનુમાં લોકોને સંબોધન કરતા મંત્રીએ કહ્યું કે કેટરિના કૈફના ગાલ જેવા રસ્તાઓ બનાવવા જોઈએ. મંત્રીનું આ નિવેદન વાયરલ થઈ રહ્યું છે.

કેટરીના કૈફના ગાલ પર રાજસ્થાનના મંત્રીની ટિપ્પણી

સમાચાર એજન્સીએ મંત્રીના આ નિવેદનનો વીડિયો શેર કર્યો છે. આમાં તે કહી રહ્યા છે – રસ્તાઓ કેટરિના કૈફના ગાલ જેવા બનાવવા જોઈએ. મંત્રીની આ વાત સાંભળીને ત્યાં હાજર લોકો હસવા લાગ્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો શેર થઈ રહ્યો છે. મંત્રીના નિવેદનને લઈને લોકોની રમુજી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. વીડિયો પર યુઝર્સના રિએક્શન સોશિયલ મીડિયા પર છવાયેલા છે.

 

ઉલ્લેખનીય છે કે આવું જ નિવેદન વર્ષો પહેલા આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે રસ્તાઓ હેમા માલિનીના ગાલ જેવા સ્મૂથ હોવા જોઈએ. લાલુ યાદવનું આ નિવેદન પણ ખૂબ વાયરલ થયું હતું. હવે વર્ષો બાદ વધુ એક મંત્રીએ આવું નિવેદન આપ્યું છે. ફરક માત્ર એટલો છે કે આ વખતે હેમા માલિનીના ગાલની નહીં પણ કેટરીના કૈફના ગાલની વાત છે.

કેટરિના કૈફની વાત કરીએ તો તે આ દિવસોમાં પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. તે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં અભિનેતા વિકી કૌશલ સાથે લગ્ન કરી રહી છે. કેટરિના કૈફ રાજસ્થાનના એક લક્ઝરી રિસોર્ટમાં શાહી લગ્ન કરશે. રિપોર્ટ્સ અનુસાર, કેટરિના અને વિકી રાજસ્થાન જતા પહેલા મુંબઈમાં કોર્ટ મેરેજ કરશે. આ કપલના લગ્નની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે તેવી ચર્ચા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો