Robbery of gold jewelery in Vadodara, accused absconding with 3.50 kg of jewelery
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • રાજકોટના જ્વેલર્સ કંપનીના માલિકને ચા-નાસ્તો અંદાજે 2.50 કરોડ રૂપિયામાં પડ્યો

રાજકોટના જ્વેલર્સ કંપનીના માલિકને ચા-નાસ્તો અંદાજે 2.50 કરોડ રૂપિયામાં પડ્યો

 | 10:53 pm IST
  • Share

શહેરના છાણી રોડ પર ગંગોત્રી એપાર્ટમેન્ટની સામે શુક્રવારે ધોળે દિવસે બે તસ્કરોએ કારનો કાચ તોડી રૂ. ૨.૩૫ કરોડથી વધુની કિંમતના પાંચ કિલો સોનાના દાગીનાની ચોરી કરતાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટના સાધુ વાસવાણી રોડ પર મારૃી મેનોર એપાર્ટમેન્ટમાં રહેતાં વિપુલ રસીકલાલ ધકાણ રાજકોટ ગોલ્ડન માર્કેટમાં વી. રસીકલાલ તથા એચ.રસીકલાલ નામથી સોનાના ટ્રેડીંગનો વેપાર કરે છે. ૧૬ જૂને વિપુલભાઈ સેલ્સમેન જલ્પેશ દિનેશભાઈ લાઠીગરા અને ડ્રાઈવર પ્રફુલ્લ રવજીભાઈ ડાંગર સાથે પોણા છ કિલો દાગીના સ્કુલ બેગમાં મુકી કારમાં વડોદરા ટ્રેડીંગ અર્થે આવ્યા હતા. તેમણે ૮૫૦ ગ્રામ જેટલા દાગીના અલકાપુરી સી.એચ.જ્વેલર્સમાં આપ્યા હતા. આજે સવારે લગભગ ૧૧ વાગ્યે વિપુલભાઈ અને તેમના બે માણસો છાણી સર્કલ પાસે ચા – નાસ્તો કરવા ઉભા રહ્યાં હતા. તેમણે દાગીના ભરેલી બેગ કારમાં જ રહેવા દીધી હતી. પરત આવતા  ડ્રાઈવર સાઈડના દરવાજાના કાચ તૂટેલા હતા. જેથી વિપુલભાઈએ ડેકીમાં મુકેલી બેગની તપાસ કરતાં ગાયબ જણાઈ હતી. ચોરીના ઘટનાના કલાકો બાદ તેમણે ફતેગંજ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતાં બાઈક પર આવેલા બે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યાનું ખૂલ્યું હતું.

પાંચ કિલો સોનું મુકી કોઈ નાસ્તો કરવા જાય ?

કારમાં પાંચ કિલો સોનું હોવા છતાં માલિક વિપુલભાઈ તથા તેમના બે માણસો ચા – નાસ્તો કરવા છાણી સર્કલ પાસે ઉભા રહી ગયા. લોકો ૫૦ ગ્રામ સોનું પણ લોકરમાં કે તિજોરીમાં ત્રણ તાળાં મારી સાચવતા હોય છે, પરંતુ અહીં પાંચ કિલો સોનું હોવા છતાં વેપારીએ આટલી ગંભીર બેદરકારી કેમ દાખવી? કારમાં દાગીના હોવાની ટીપ જાણભેદુએ આપી ચોરીને અંજામ આપ્યો હોવાની શંકા વ્યક્ત થઈ છે.

પંચશીલ હોટલથી રેકી કરાઈ હોવાની શંકા  

વેપારીએ પાંચ કિલો જેટલું સોનું પોતાની પાસે રાખી ત્રણેય જણાં સરકીટ હાઉસ સામેની પંચશીલ હોટલમાં રોકાયા હતા. જ્યાંથી આજે સવારે છાણી સર્કલ જતાં ચોરી થઈ હતી. જેથી પંચશીલ હોટલથી જ વેપારીની રેકી થઈ છે કે કેમ? તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. વેપારીને છાણી જકાતનાકા પાસે ગાંઠીયા ખાવા ડ્રાઈવર પ્રફુલ ડાંગર જ લઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન