Robbery of Rs 1.50 lakh with a young man from Porbandar
  • Home
  • Featured
  • લૂંટેરી દુલ્હનનો આંખ ઉઘાડનારો કિસ્સો: જ્ઞાતિમાં લગ્ન ન થતા હોય તો ‘કુંવારા’ બેસજો, પરંતુ આવી ભૂલ ક્યારેય ના કરતા

લૂંટેરી દુલ્હનનો આંખ ઉઘાડનારો કિસ્સો: જ્ઞાતિમાં લગ્ન ન થતા હોય તો ‘કુંવારા’ બેસજો, પરંતુ આવી ભૂલ ક્યારેય ના કરતા

 | 6:52 am IST

યુવાનને છેતર્યા બાદ તેના માસીના પુત્રને છેતરવા જતા ઝડપાયા.. વેરાવળ થી બે મહિલાઓ સહિત પાંચની ધરપકડ

પોરબંદરઃ પોરબંદરના છાયા નવાપરામાં સ્વસ્તિક પાર્કમાં રહેતા અને ફ્રુટની લારી ચલાવતા નીલેશ ગોપાલદાસ રૈયારેલા (ઉવ૪૨)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેની ઉમર થઇ ગઈ હોવાથી જ્ઞાતિમાં લગ્ન ન થતા હોવાથી માળિયાહાટીના ગામે રહેતા અશરફ્ભાઈ નામનો શખ્સ લગ્ન કરાવી આપતો હોવાથી તેનો સંપર્ક કર્યો હતો.

આથી અશરફ્ભાઈએ તેને લગ્ન કરાવી આપવાની ખાતરી આપી હતી પરંતુ દોઢ લાખ રૂપિયા યુવતીના માવતરને આપવા પડશે તેવી શરત રાખી હતી આથી નીલેશે તે શરત મંજુર રાખતા અશરફ્ભાઈએ વિરમગામ રહેતા ડાયાભાઇ સાથે મોબાઈલમાં વાત કરવી હતી.

ત્યાર બાદ હિમતનગર રહેતા અશોક વિસાભાઇ દરજી નામના શખ્શનો ફેન આવ્યો હતો અને નીલેશના ફોટા મંગાવી તેને એક યુવતીના ફોટા મોકલ્યા હતા અને બાદમાં યુવતીને નીલેશ પસંદ છે તેવું જણાવતા નીલેશ તેના માસી ,અશરફ્ભાઈ,બાબુભાઈ વગેરે ગત ૩-૩ના રોજ હિમતનગર રહેતી અલકા ચેતનભાઈ બારોટના ઘરે ગયા હતા.

ત્યાં નીલેશને જે યુવતી પસંદ આવી હતી તે તનુ દિનેશભાઈ પટેલ પણ હાજર જ હતી જ્યાં બન્ને એક બીજાને પસંદ આવતા તા.૪-૩ના રોજ તેઓએ નોટરી હસ્તક લગ્ન નો કરાર કર્યો હતી અને ત્યારે નીલેશે અશોક દરજીને દોઢ લાખ તથા અશરફ્ને આઠ હજાર લગ્ન પેટે ચૂકવ્યા હતા.

લગ્નના ચાર દિવસ બાદ પોતાના કાકા ગુજરી ગયા હોવાનું જણાવી અને તનુ હિમતનગર ચાલી ગઈ હતી દરમિયાન વેરાવળ રહેતા માસીના પુત્ર સંદીપે તેને એવું જણાવ્યું હતું કે તેના લગ્નની વાતચીત ચાલે છે અને તેના માટે યુવતીના માવતર ને દોઢ લાખ રૂપિયા આપવાના છે.

જે સાંભળીને નીલેશને શંકા જતા સંદીપને તે યુવતીનો ફેટો મોકલવાનું જણાવતા સંદીપે તનુ પટેલનો ફેટો મોકલ્યો હતો જે જોઈને નીલેશ ચોંકી ઉઠયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન