Rohit Sharma's captaincy will not last long In Team India
  • Home
  • Sports
  • Cricket
  • આ કારણે રોહિત શર્માની કેપ્ટનશીપ લાંબો સમય નહીં ચાલે

આ કારણે રોહિત શર્માની કેપ્ટનશીપ લાંબો સમય નહીં ચાલે

 | 7:26 pm IST
  • Share

  • કેપ્ટન તરીકે રોહિત શર્માનું કરિયર નાનું
  • રોહિતની ઉંમરે ઘણા ક્રિકેટરો સંન્યાસની જાહેરાત કરે છે
  •  રોહિત શર્મા વિરાટ કોહલીથી પણ એક વર્ષ મોટો


તાજેતરમાં જ ટીમ ઇન્ડિયાના નવા ટી-20 કેપ્ટન તરીકે દિગ્ગજ ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માને પસંદ કરાયો છે. જણાવી દઇએ કે, ટી-20 વર્લ્ડકપથી ઠીક પહેલા વિરાટ કોહલીએ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી. રોહિતના ફેન્સ લાંબા સમયથી આ વાતની રાહ જોઇ રહ્યા હતા કે તે ટીમની આગેવાની કરે. પરંતુ રોહિત હાલમાં 34 વર્ષનો છે. ઘણા ક્રિકેટરો આ ઉંમરમાં પોતાના સંન્યાસની જાહેરાત કરે છે. જેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે, રોહિત ઇચ્છીને પણ વધારે લાંબા સમય સુધી કેપ્ટનશીપ કરી શકે નહીં. આવામાં ટીમ ઇન્ડિયા પાસે પહેલાથી જ એક ખેલાડી એવો છે જે તેના પછી લાંબા સમય સુધી કેપ્ટન પદ સંભાળી શકે છે.

રોહિતનું લાંબા સમય સુધી કેપ્ટન બની રહેલું મુશ્કેલ

ખરેખર વન-ડે ટીમનો કેપ્ટન બનવું રોહિત શર્મા માટે એટલા માટે પણ મુશ્કેલ છે કારણ કે તેની ઉંમર હવે 34 વર્ષ થઇ ગઇ છે અને તે વિરાટ કોહલી (33)થી પણ એક વર્ષ મોટો છે. આ ઉંમરે પહોંચીને મોટામાં મોટા ખેલાડીની ફિટનેસ જવાબ આપી જાય છે અને તે સંન્યાસનું પ્લાનિંગ કરવા લાગે છે. 7-8 વર્ષના લાંબા સમયનું વિચારીને રોહિતને નવો કેપ્ટન બનાવી શકાય નહીં. આવામાં થોડા વર્ષો બાદ જ ટીમ ઇન્ડિયા માટે ફરીથી એક નવા કેપ્ટનની શોધ થશે. આવામાં પંત એક સારો વિકલ્પ બની શકે છે.

આ ખેલાડી બની શકે છે નવો કેપ્ટન

ટીમ ઇન્ડિયાનો યુવા વિકેટકીપર ઋષભ પંત રોહિત શર્મા બાદ ફુલટાઇમ નવો કેપ્ટન બનવાનો મોટો દાવેદાર છે. પંત અત્યાર સુધી માત્ર 24 વર્ષનો છે અને તેણે પોતાના કેપ્ટન કરિયરની શરૂઆત આઇપીએલમાં સારી રીતે કરી છે. એ વાત તો નક્કી છે કે, ખુબ જ ઓછા સમયમાં પંતે ટીમ ઇન્ડિયામાં પોતાનું સ્થાન બનાવી લીધુ છે. તે હાલમાં યુવા છે અને તેની પાસે હજુ એક લાબું કરિયર છે. આ કારણે જ તે કોઇ પણ ખેલાડીથી વધુ ઉપીયોગી સાબિત થઇ શકે છે. તેને રોહિતના સ્થાને આ ટીમની કમાન સોંપવામાં આવી શકે છે.

આઇપીએલમાં કેપ્ટનશીપનો અનુભવ

આઇપીએલ 2021માં પણ ઋષભ પંતે દિલ્હી કેપિટલ્સનું શ્રેષ્ઠ નેતૃત્વ કર્યું હતું. લીગ મેચો બાદ દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં ટૉચ પર પહોંચી ગઇ હતી. જોકે આ ટીમને ક્વોલિફાયરની બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં પંતે પહેલી જ વાર બતાવ્યું કે તે કેવી રીતે કેપ્ટનશીપ કરી શકે છે. ઘણી વખત એવું જોવા મળે છે કે વિકેટની પાછળથી પંત બૂમો પાડીને બોલરોને યોગ્ય દિશામાં બોલિંગ કરવાનું કહે છે. આના પરથી એ પણ સમજાય છે કે વિકેટ પાછળના ખેલાડીને રમતની સમજ અન્ય કોઈ ખેલાડી કરતાં વધુ હોય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો