Rs 1 crore 19 lakh looted from HDFC Bank in Hajipur Bihar
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બિહારમાં ધોળા દિવસે HDFC બેંકમાં 1 કરોડ 19 લાખ રૂપિયાની લૂંટ, માત્ર 4 મિનિટમાં પાડ્યો ખેલ

બિહારમાં ધોળા દિવસે HDFC બેંકમાં 1 કરોડ 19 લાખ રૂપિયાની લૂંટ, માત્ર 4 મિનિટમાં પાડ્યો ખેલ

 | 9:09 pm IST
  • Share

બિહારના વૈશાલીમાં એક મોટી ઘટના બની છે. ગુરુવારે સવારે હાજીપુરના જઢુઆમાં એચડીએફસી બેંકની શાખામાંથી એક કરોડ 19 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી. બાઇક ઉપર આવેલા આઠથી દસ ગુનેગારોએ ચાર મિનિટમાં જ સમગ્ર ખેલ પાડી દીધો. લૂંટ બાદ બદમાશો હથિયારો લહેરાવતાં કોથળામાં પૈસા ભરીને નાસી છુટ્યા હતા. બાતમી મળતાં હાજીપુર સદર રાઘવ દયાલ સહિતના એસ.ડી.પી.ઓ. સહિત અનેક વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. માહિતી મળ્યા બાદ મોટી સંખ્યામાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. ઘટના બાદ વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો.

એવું કહેવામાં આવે છે કે ગુરુવારે સવારે આઠથી દસ માસ્ક પહેરાલા ગુનેગારો હાજીપુરના જઢુઆમાં એચડીએફસી બેંકની શાખા પહોંચ્યા. જ્યારે આરોપીઓ બેંકમાં પ્રવેશ્યા ત્યારે સુરક્ષાગાર્ડે તેમના હાથ સેનિટાઈઝ કરાવ્યા. હાથ સેનિટાઈઝ કર્યા બાદ આરોપીઓએ કમરમાંથી પિસ્તોલ કાઢીને ગ્રાહક અને બેંક કર્મચારીઓને પોતાના કબજામાં લઈ લીધા. આ દરમિયાન ચાર મિનિટમાં લગભગ એક કરોડ 19 લાખ રૂપિયા બેંકમાંથી લૂંટી લીધા.

મળતી માહિતી મુજબ ગુનેગારો બાઇક ઉપર આવ્યા હતા. ઘટના બાદ બેંક કર્મચારીઓએ પોલીસને જાણ કરી હતી. આ અંગેની જાણ થતાં પોલીસ આવીને બેંકની અંદર લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી. સીસીટીવી ફૂટેજમાં આઠથી દસ ગુનેગારો લૂંટ બાદ બેંકથી બહાર નિકળતા નજરે પડે છે. તે જ સમયે, એક બદમાશ સફેદ કોથળામાં પૈસા લઈને બેંકમાંથી બહાર આવી રહ્યા છે. ઘટના બાદ પોલીસે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોને નાકાબંધી કરી વાહન ચેકીંગ શરૂ કરી દીધું છે.

જણાવી દઈએ કે ચાર મહિના પહેલા હાજીપુર મહનાર મેઇન રોડ પર જ એક્સિસ બેંક શાખામાંથી અપરાધીઓએ આશરે 43 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આજે જ્યાં લૂંટની ઘટના બની છે ત્યાંથી માત્ર ત્રણ કિમીના અંતરે એક્સીસ બેંકમાં લૂંટની ઘટના બની હતી. ગુરુવારની ઘટના બાદ ગુનેગારોએ પોલીસને ખુલ્લો પડકાર આપ્યો છે. જો કે પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં લૂંટારુઓની ધરપકડ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન