rs 49 lakh loot in surat office police solve case
  • Home
  • Videos
  • Featured Videos
  • સુરતમાં લૂંટારૂ બેફામ, ઑફિસમાં ચપ્પુની અણીએ રૂ 49 લાખની લૂંટ

સુરતમાં લૂંટારૂ બેફામ, ઑફિસમાં ચપ્પુની અણીએ રૂ 49 લાખની લૂંટ

 | 4:12 pm IST
  • Share

સુરતના કતારગામમાં લૂંટારાઓ ત્રાટક્યા હતા અને એક ઓફિસમાં ચપ્પુની અણીએ 49 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જો કે પોલીસે આ વખતે ગણતરીના કલાકોમાં જ આ લૂંટનો ભેદ ઉકેલી 2 આરોપીને ઝડપી પાડીને લૂંટમાં ગયેલ મુદ્દામાલ રિકવર કર્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના કતારગામ રાશિ સર્કલ પાસે હીરા પારખવાની સોફ્ટવેરની ઓફિસ આવેલી છે. જ્યાં ગત રોજ હીરા પારખવા માટે એક હીરા માલિકને સોફ્ટવેરની જરૂર હોઈ તે માટે તેમણે આ જ કંપનીના સોફ્ટવેર એન્જિનિયરને સોફ્ટવેર બનાવવા આપ્યું હતું. જેની કિંમત 50 લાખ નક્કી કરવામાં આવી.

સોફ્ટવેર બની જતાં એન્જિનિયરે હીરા માલિક તેજસ પટેલને કોલ કર્યો હતો. સાંજના સમયે તેજસ પટેલ 49 લાખ રોકડા લઈને આવ્યા અને એન્જિનિયરને આપ્યા. આ દરમિયાન બે લૂંટારા ચપ્પુ લઈને ઓફિસમાં ધસી આવ્યા હતા અને એન્જિનિયરને ધમકી આપી ચપ્પુ બતાવી 49 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે, લૂંટની ઘટના બની ત્યારે લૂંટારૂએ સોફ્ટવેર લેવા આવનાર તેજસ પટેલને જવા દીધો હતો. તેજસ પેટેલ નીચે ઉતરી લૂંટારૂને દરવાજો ખોલી આપતા એન્જિનિયરને તેના ઉપર શંકા ઉપજી હતી.

આખરે ભોગ બનનાર એન્જિનિયરે તાત્કાલિક કતારગામ પોલીસનો સંપર્ક કર્યો. જે બાદ પોલીસે જુદી-જુદી ટીમ બનાવી તાત્કાલિક લૂંટારુંને શોધવા પ્રયાસો હાથ ધર્યા. જેમાં પોલીસે નજીકમાં લાગેલા CCTV ચેક કર્યા, જેમાં લૂંટારૂ કારમાં આવ્યા હોવાનું જોવા મળ્યું.

આ સમગ્ર મામલે પોલીસે 2 કારની નંબર પ્લેટના આધારે તપાસ હાથ ધરી હતી, ત્યારે એક કાર વરાછા વિસ્તારમાં જ્યારે અન્ય એક કાર કામરેજ હાઇવે રોડ પર હોઈ પોલીસે તત્કાલિક નાકાબંધી કરીને બંને કારને આંતરી તપાસ કરતા એક કારમાંથી 2 આરોપી સાથે રોકડા 49 લાખ રૂપિયા પણ મળી આવ્યા.

પોલીસે આરોપીઓની ધરપકડ કરી તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. આરોપીઓની પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં સોફ્ટવેર લેવા આવનાર તેજસ પટેલ જ લૂંટનો માસ્ટર માઈન્ડ હોવાનું સામે આવ્યું છે. તેજસે જ મિત્રો સાથે મળીને લૂંટનો પ્લાન ઘડ્યો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, જે એન્જિનિયરે આ સોફ્ટવેર બનાવ્યું તેને પૈસા આપ્યા વગર મફતમાં સોફ્ટવેર લેવા માટે તેજસે લૂંટનું કાવતરૂ ઘડ્યું હતું. પોલીસે લૂંટનો પ્લાન ઘડનાર તેજસ પટેલ સહિત એક આરોપીને પકડી પાડયો છે. જ્યારે અન્ય એક આરોપી ફરાર હોવાથી તેને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો