RTEનો કાયદો ફક્ત કાગળ પર, સ્કૂલો નથી આપતી ગરીબ બાળકોને પ્રવેશ! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • RTEનો કાયદો ફક્ત કાગળ પર, સ્કૂલો નથી આપતી ગરીબ બાળકોને પ્રવેશ!

RTEનો કાયદો ફક્ત કાગળ પર, સ્કૂલો નથી આપતી ગરીબ બાળકોને પ્રવેશ!

 | 5:52 pm IST
  • Share

ગરીબ અને વંચિત બાળકોને પણ સારામાં સારૂ શિક્ષણ મળી રહે તેવા હેતુથી આરટીઇનો કાયદો અમલી છે, ત્યારે અમદાવાદની અનેક સ્કૂલો ગરીબ અને વંચિત જુથનાં બાળકોને એડમિશન આપવા માટે તૈયાર નથી તેવી વાસ્તવિક્તા સામે આવી છે.

રાજ્ય સરકારે આરટીઇ હેઠળ આ વર્ષે એક લાખથી વધુ બાળકોને એડમિશન આપવાનું નક્કી કર્યુ છે, ત્યારે પહેલા રાઉન્ડમાં 80189 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા છે, પરંતુ જ્યારે વાલીઓ સ્કૂલમાં એડમિશન લેવા પહોચે છે ત્યારે સ્કૂલો દ્વારા એડમિશન આપવાનો ઇન્કાર કરી દેવામાં આવતો હોવાનું સામે આવ્યુ છે.

શહેરની અનેક સ્કૂલો દ્વારા બાળકોને એડમિશન આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો તો બીજી તરફ અનેક સ્કૂલો દ્વારા ફી પણ માંગવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. વાલીઓએ ડીઇઓ કચેરી ખાતે રજૂઆત કરી હતી, પરંતુ તેઓને કોઇ સંતોષકારક જવાબ મળ્યો નહતો. ત્યારે હવે જોવાનું એ રહે છે કે ડીઇઓ સ્કૂલ સામે કોઇ પગલા લે છે કે નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન