Russia sends spy to steal Corona vaccine blueprint IN britain
  • Home
  • Corona
  • કોરોના વેક્સિનની બ્લૂપ્રિંટ ચોરવા આ દેશે મોકલ્યો હતો જાસૂસ!

કોરોના વેક્સિનની બ્લૂપ્રિંટ ચોરવા આ દેશે મોકલ્યો હતો જાસૂસ!

 | 5:48 pm IST
  • Share

  • વિશ્વને રશિયા અને ચીની જાસૂસોથી સાવધાન રહેવાની જરૂર
  • જાસૂસોએ રસીની બ્લૂ પ્રિંટ ચોરી કરી હોવાના બ્રિટન પાસે પુરાવા

એસ્ટ્રેજેનેકા વેક્સિનની ડિઝાઈન ચોરી કરવા માટે બ્રિટેનમાં એક જાસૂસના ઉપયોગનો આરોપ લાગ્યો છે. એક રિપોર્ટમાં દાવો કરવામા આવ્યો છે કે, રશિયાએ વેક્સિનની ફોર્મુલા ચોરી કરવા માટે જાસૂસનો ઉપયોગ કર્યો, જેથી ત્યાંના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતાના દેશમાં પ્રભાવશાળી કોરોના વેક્સિન સ્પુતનિક વી બનાવીને દુનિયાની પહેલી કોરોના વેક્સિન બનાવવાની રેસ જીતી શકે.

રિપોર્ટ પ્રમાણે સુરક્ષા સૂત્રોની પાસે આ વાતના પુરાવા છે કે, યૂકેમાં મોસ્કોનો એક ટોચનો જાસૂસ કોરોના ફોર્મુલાની બ્લૂપ્રિંટ મેળવવા સક્ષમ હતો. જોકે તે હજુ સ્પષ્ટ નથી કે,જાસૂસ દિગ્ગજ ફાર્મા કંપનીની લેબોરેટરી કે ફેક્ટરીમાંથી ડોક્યૂમેન્ટ ચોરી રહ્યો હતો કે તૈયાર દવાની એક શીશી.

આ અંગે ગૃહ કાર્યાલય મંત્રી ડેમિયન હિંડ્સે કહ્યું કે, તે આ મામલે ટિપ્પણી ન કરી શકે પરંતુ તેની વખોડી પણ ન શકાય. તેમણે કહ્યું કે, તે માનવુ યોગ્ય છે કે, નિશ્ચિતપણે વિદેશી તાકત સતત વાણિજ્યિક, સંવેદનશીલ, વૈજ્ઞાનિક રહસ્ય અને બૌદ્ધિક સંપત્તિને મેળવવાની કોશિશ કરવામાં લાગી છે.

MI5 જાસૂસ પહેલા જ કહી ચૂક્યા છે છે કે, બ્રિટિશ વૈજ્ઞાનિકો દ્વારા એક વેક્સિન વિકસિત કરવાની જાહેરતાના લગભગ એક મહિના બાદ રુસી હેકર્સે માર્ચ 2020થી ઓક્સફર્ડ યૂનિવર્સિટી પર સાઈબર હુમલા કરવાની વારંવાર કોશિશ કરી હતી. ગયા વર્ષે એપ્રીલમાં ઓક્સફર્ડ/એસ્ટ્રાજેનેકાએ જાહેરાત કરી હતી કે તે કોરોના મહામારી પહેલા વેક્સિનનું માનવ પરિક્ષણ શરૂ કરી રહ્યા છે.

રિપોર્ટ પ્રમાણે તેની પછીના મહિને જ મોસ્કોએ કહ્યું કે, તેમણે પોતાની રસી બનાવી લીધી છે અને ઓગસ્ટમાં વ્લાદિમીર પુતીને રુસી લોકોને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, દેશે સૌથી પહેલા રસી બનાવીને વૈશ્વિક રેસ જીતી લીધી છે. નોંધનિય છે કે, સ્પુતનિક વી અને બ્રિટિશ વેક્સિનની જેમ જ કામ કરે છે અને બન્ને વાયરલ ફેક્ટર રસી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો