ryugyong hotel of north korea it is also known as 105 building
  • Home
  • Featured
  • 47 અબજના ખર્ચે બનેલી 105 રૂમની હોટલ, કે જ્યાં રોકાવાની હજુ સુધી કોઈની હિંમત નથી થઈ!

47 અબજના ખર્ચે બનેલી 105 રૂમની હોટલ, કે જ્યાં રોકાવાની હજુ સુધી કોઈની હિંમત નથી થઈ!

 | 12:03 pm IST

ઉત્તર કોરિયા તેના વિચિત્ર કાયદા અને મિસાઇલોના પરીક્ષણ માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. પરંતુ આ સિવાય અહીં એવી ઘણી વસ્તુઓ છે જે લોકોને આશ્ચર્યચકિત કરી રહી છે. આમાંની એક એટલે કે રાજધાની પ્યોંગયાંગની એક ગગનચુંબી ઇમારત. કે જે એક હોટલ છે. હોટલનું ઓફિશિયલ નામ રયુગયોન્ગ છે, પરંતુ તે યુ-ક્યૂંગ તરીકે પણ ઓળખાય છે.

330-મીટર ઉંચી હોટેલમાં કુલ 105 રૂમ છે. પરંતુ આજ સુધી અહીં કોઈ રોકાયું નથી. બહારથી ખૂબ જ વૈભવી પરંતુ વિરાન આ હોટલ શાપિત હોટલ’ અથવા ‘ભુતિયા હોટલ’ તરીકે પણ ઓળખાય છે. તે ‘105 બિલ્ડિંગ’ તરીકે પણ ઓળખાય છે. થોડા વર્ષો પહેલા અમેરિકન મેગેઝિને હોટલને ‘માનવ ઇતિહાસની સૌથી ખરાબ ઇમારત’ ગણાવી હતી.

આ હોટલના નિર્માણમાં ઘણાં પૈસા ખર્ચવામાં આવ્યા છે. જાપાની મીડિયા અનુસાર ઉત્તર કોરિયાએ તેના બાંધકામમાં કુલ 750 મિલિયન એટલે કે લગભગ 47 અબજ રૂપિયા ખર્ચ કર્યા છે. આ રકમ ઉત્તર કોરિયાના જીડીપીના બે ટકા હતી. પરંતુ હજી આ હોટલ આજદિન સુધી શરૂ થઈ શકી નથી.

જો કે આ હોટલ વિશ્વની સૌથી ઉંચી હોટલ તરીકે બનાવવામાં આવી હતી, પરંતુ હવે તેની એક અલગ ઓળખ બની ગઈ છે. દુનિયા તેને ‘પૃથ્વી પરની સૌથી ઉંચી વિરાન ઇમારત’ તરીકે ઓળખે છે. આ વિશેષતાને કારણે તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે. એવું કહેવામાં આવે છે કે, જો આ હોટલ નિર્ધારિત સમયે બનાવવામાં આવી હોત, તો તે વિશ્વની સાતમી સૌથી ઉંચી ઇમારત અને સૌથી ઉંચી હોટલ તરીકે જાણીતી હોત.

આ બિલ્ડિંગનું બાંધકામ 1987માં શરૂ થયું હતું. એક સમાચારના જણાવ્યા અનુસાર, ત્યારે એવી આશા રાખવામાં આવી હતી કે, હોટલ બે વર્ષમાં તૈયાર થઈ જશે, પરંતુ આવું થઈ શક્યું નહીં. કેટલીકવાર તેને બનાવવાની રીતમાં કોઈ સમસ્યા હતી, કેટલીકવાર બાંધકામ સામગ્રીમાં સમસ્યા આવી હતી. પછી 1992માં આ હોટલનું નિર્માણ આખરે બંધ કરવું પડ્યું. કારણ કે તે સમયે ઉત્તર કોરિયા આર્થિક રીતે નબળું હતું.

જો કે તેને બનાવવાનું કામ વર્ષ 2008માં ફરીથી શરૂ થયું. પહેલા આ વિશાળ હોટલની વ્યવસ્થા કરવામાં લગભગ 11 અબજ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ પછી બાંધકામ ફરીથી શરૂ થયું. સમગ્ર બિલ્ડિંગમાં ગ્લાસ પેનલ્સ લગાવવામાં આવ્યા હતા અને બાકીના નાના કામો પણ થઈ ગયાં હતાં.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર 2012માં ઉત્તર કોરિયાના વહીવટીતંત્રે જાહેરાત કરી કે, હોટલનું કામ 2012 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. પરંતુ તે થઈ શક્યું નહીં. આ પછી પણ ઘણી વાર એવી અપેક્ષાઓ ઉભી કરવામાં આવી હતી કે આ વર્ષે હોટલ શરૂ થશે અને તે વર્ષે શરૂ થશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આજદિન સુધી આ હોટલ ખોલવામાં આવી નથી. એવું કહેવામાં આવે છે કે આ હોટલનું કામ હજી અધવચ્ચે જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન