Sadhu Deadbody found near rajkot jamnagar highway
  • Home
  • Gujarat
  • રાજકોટમાં ગળું કાપીને સાધુની હત્યા, મચ્છરદાનીમાં લપેટી લાશ ફેંકી દેવાઈ

રાજકોટમાં ગળું કાપીને સાધુની હત્યા, મચ્છરદાનીમાં લપેટી લાશ ફેંકી દેવાઈ

 | 7:23 pm IST
  • Share

  • રાજકોટ બની રહ્યું છે ક્રાઈમ કેપિટલ

  • ઓળખ છૂપાવવા સાધુના ચહેરાની ચામડી પણ ઉતારી નાંખી

  • પોલીસ તપાસ શરૂ

ગુજરાતના રંગીલા શહેર રાજકોટમાં જાણે હત્યા કરવી સામાન્ય બની ગઈ હોય તેમ એક અઠવાડિયામાં હત્યાનો ચોથો બનાવ સામે આવ્યો છે. જેમાં રાજકોટ-જામનગર હાઈવે પર સાધુની હત્યા કરીને તેમની લાશને ફેંકી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આટલું જ નહીં, આરોપીએ ઓળખ છૂપાવવા માટે સાધુના ચહેરાના ચામડી પણ ઉતારી નાંખી છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આજે રાજકોટ-જામનગર હાઈવે પર રોડની સાઈડમાં ગળું કાપી નાંખેલી હાલતમાં એક મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જ્યાં જઈને જોતા મૃતદેહ પરના વસ્ત્રો પરથી તે સાધુ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જો કે હત્યારાઓએ મૃતદેહની ઓળખ છૂપાવવા માટે મોંઢા પરની ચામડી ઉતારી નાંખીને મોના ભાગ પર બોથડ પદાર્થથી માર મારવામાં આવ્યો છે.

સાધુનો મૃતદેહ જે મચ્છરદાનીમાં પેક કરીને ફેંકવામાં આવ્યો હતો, તેને પણ પોલીસે કબજે કરી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને CCTV ફૂટેજ ચકાસીને આરોપીઓનું પગેરુ મેળવવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં યુનિવર્સિટી પોલીસે પતિ-પત્નીની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે. 

મહિલાની છેડતી કરવા બાબતે હત્યાની આશંકા
આ મામલે તપાસ કરતી પોલીસે ઘંટેશ્વર પાસે ખુલ્લી જગ્યામાં રહેતા પતિ-પત્નીની અટકાયત કરી છે. રાજસ્થાનના બાવરી જાતિની મહિલાના પિતા સાથે સાધુ આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. મહિલાની છેડતી કરવા બાબતે હત્યા થઈ હોવાની પોલીસને આશંકા છે. હાલ પોલીસ સાધુને રાજકોટ લાવનાર મહિલાના પિતાની શોધખોળ આદરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો