Saif Ali Khan Statement Current Situation In India And CAA
  • Home
  • Entertainment
  • Bollywood
  • દેશનાં માહોલ અને CAAનાં વિરોધ પર સૈફ અલી ખાને તોડ્યું મૌન, આપ્યો આ જવાબ

દેશનાં માહોલ અને CAAનાં વિરોધ પર સૈફ અલી ખાને તોડ્યું મૌન, આપ્યો આ જવાબ

 | 10:50 pm IST

બોલીવુડ એક્ટર સૈફ અલી ખાનનાં તાજેતરમાં જ રીલીઝ થયેલી ફિલ્મ ‘તાનાજી’માં નિભાવેલા પાત્રને લઇને ઘણા જ વખાણ થઈ રહ્યા છે. ફિલ્મમાં તે નેગેટિવ શેડનાં રોલમાં જોવા મળ્યો હતો અને તેનો ઇમ્પેક્ટ એટલો પાવરફુલ હતો કે તેની તુલના ‘પદ્માવત’ ફિલ્મનાં અલાઉદ્દીન ખિલજીનાં પાત્ર સાથે કરવામાં આવી. એક ઇન્ટરન્યૂમાં તેણે ફિલ્મ સાથે જોડાયેલી વાતો શેર કરી છે. આ ઉપરાંત તેણે દેશમાં ચાલી રહેલા રાજકીય મુદ્દાઓ પર પણ પ્રતિક્રિયા આપી છે. તે છેલ્લા ઘણા સમયથી આ પ્રશ્નને ટાળી રહ્યો હતો.

સેક્યુલારિઝ્મનું નામ-ઓ-નિશાન ગાયબ થઈ જશે

સૈફે ફિલ્મ ક્રિટિક અનુપમા ચોપરાને આપેલા ઇન્ટરવ્યૂમાં દેશભરમાં ચાલી રહેલા પ્રોટેસ્ટ વિશે વાત કરતા કહ્યું કે, તેને એ જોઇને ઘણું દુ:ખ થાય છે કે દેશનાં લોકો ખોટા વલણ અપનાવી રહ્યા છે. તેઓ આપણને ભાઈચારાનાં રસ્તાથી અલગ લઇ જઈ રહ્યા છે. સૈફે કહ્યું છે કે જે રીતથી દેશ આગળ વધી રહ્યો છે તેનાથી એ તો સ્પષ્ટ છે કે દેશમાંથી સેક્યુલારિઝ્મનું નામ-ઓ-નિશાન ગાયબ થઈ જશે.

A-Political રહેવું વધારે સુરક્ષિત 

સૈફનું માનવું છે કે દેશનાં લોકો ફાયદાકારક ચીજો પર સ્ટેન્ડ નથી લઇ રહ્યા. જો લોકો કોઈ ચીજનો વિરોધ કરી રહ્યા છે તો તેમને મારવામાં આવે છે, જ્યારે કોઈ સ્ટેન્ડ લે છે ત્યારે તેનો પ્રભાવ તેની ફિલ્મ પર પડી શકે છે. આ કારણે સૈફનાં કહ્યા પ્રમાણે A-Political રહેવું વધારે સુરક્ષિત છે.

અનેક સેલિબ્રિટી CAA-NRCનાં વિરોધમાં

ઉલ્લેખનીય છે કે CAA અને NRCને લઇને દેશભરમાં લોકો બે ભાગોમાં વહેંચાઈ ગયા છે. ફિલ્મ જગતમાં પણ કંઇક આવુ જ જોવા મળી રહ્યું છે. અનુરાગ કશ્યપ, ઋચા ચઢ્ઢા, સ્વરા ભાસ્કર, વિશાલ ભારદ્વાજ, અનુભવ સિન્હા અને તાપસી પન્નૂ સરકારની વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે, તો બીજી તરથ મેનસ્ટ્રીમ સિનેમાનાં સ્ટાર્સ આ મુદ્દા પર ચુપ છે.

આ વિડીયો પણ જુઓ: ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં બરફના તોફાનોથી લોકો બેહાલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન