Salman Khan responds to claims he has wife,17 year old daughter in Dubai
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • દુબઇમાં સલમાન ખાનની પત્ની અને 17 વર્ષની દીકરી રહે છે?, દબંગ ખાને કહ્યું- ભાઇ મારી પત્ની…

દુબઇમાં સલમાન ખાનની પત્ની અને 17 વર્ષની દીકરી રહે છે?, દબંગ ખાને કહ્યું- ભાઇ મારી પત્ની…

 | 10:12 am IST
  • Share

સલમાન ખાનની પત્ની અને એક 17 વર્ષની દીકરી છે જે દુબઇમાં રહે છે – એક યુઝરે દાવો કરતાં સલમાન ખાને અરબાઝ ખાનના ટોક શો ‘પિંચ’ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. અરબાઝ ખાનનો ટોક શો 21મી જુલાઇના રોજ શરૂ થયો અને સલમાન આ સીઝનનો પહેલો ગેસ્ટ બન્યો. સલમાને શો પર એ તમામ ટ્રોલ્સના જવાબ આપ્યા જે તેના લગ્ન, ફિલ્મો, લાઇફસ્ટાઇલ, ઉંમર વગેરે પર ટિપ્પણી કરે છે.

આ દરમ્યાન અરબાઝ ખાને એક ટ્વીટ વાંચી જેમાં એક યુઝરે દાવો કર્યો હતો કે સલમાન ખાનની પાસે દુબઇમાં એક ઘર છે, પત્ની નૂર છે અને એક 17 વર્ષની દીકરી પણ છે. સલમાને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ લોકો પાસે જરૂરિયાત કરતાં વધુ માહિતી હોય છે. આ નકામી વાતો છે. મને નથી ખબર કે આ લોકો કોના અંગે વાતો કરી રહ્યા છે.

તેણે આગળ કહ્યું કે શું તેમને લાગે છે કે હું તેમને જવાબ આપીશ કે કહીશ કે મારી કોઇ પત્ની નથી, હું હિન્દુસ્તાનમાં રહું છું, ગેલેક્સી એપાર્ટમેન્ટમાં જ્યાં મારા પિતા મારી ઉપરવાળા રૂમમાં રહે છે? આ એક એવી વાત છે જેને ભારતના તમામ લોકો જાણે છે.

આ દરમ્યાન સલમાનને એ પણ પૂછવામાં આવ્યું કે ભારતમાં આજકાલ સેલિબ્રિટીઝના મૌન પર પ્રશ્ન કરવામાં આવે છે, તેના પર તેઓ શું વિચારે છે? સલમાન ખાનનો જવાબ હતો આ આપણા ઇરાદા પર નિર્ભર કરે છે. દરેક સમસ્યાની બે બાબતો છે અથવા તો આપણે સમર્થનમાં છીએ અથવા તો વિરોધમાં. જો તમે કોઇના વિરોધમાં બોલો તો સમર્થન કરનાર તમારો પીછો કરે છે. શ્રેષ્ઠ એ રહેશે કે આ બધાથી દૂર રહેવું જ્યાં સુધી આ એકદમ જરૂરી ના હોય. બિલકુલ ખોટું અને કોઇના જીવન-મરણનો પ્રશ્ન બની જાય તો તમારી નૈતિક ફરજ બની જાય છે કે તેના પર વાત કરવામાં આવે.

સલમાન ખાને એક વખત એક વ્યક્તિને ફેક વ્યક્તિ ગણાવ્યો હતો. તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા સલમાન ખાને કહ્યું કે કદાચ તેને કોઇપણ પ્રકારનો ખરાબ અનુભવ થયો હશે. પત્નીએ બે કમેન્ટ મારા પર સારી કહી હશે, દીકરી ચોક્કસ મને પ્રેમ કરતી હશે કે સલમાનનું મુવી જોવું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન