Sam Pitroda Shares Video To Follow Corona Guidelines
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કોરોનાના કહેર વચ્ચે સામ પિત્રોડાનો આ સંદેશ ખાસ વાંચો, 1 વર્ષથી ઘરની બહાર નથી નીકળ્યા

કોરોનાના કહેર વચ્ચે સામ પિત્રોડાનો આ સંદેશ ખાસ વાંચો, 1 વર્ષથી ઘરની બહાર નથી નીકળ્યા

 | 5:14 pm IST
  • Share

હાલ સમગ્ર રાજ્યમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. દેશમાં જ નહીં વિદેશમાં પણ કોરોનાએ આતંક મચાવ્યો છે. તેવામાં જાણીતા ગુજરાતી સામ પિત્રોડાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો જાહેર કરીને લોકોને કોરોનાને લઈ લોકોને અપીલ કરી છે. અને કોરોનાને હળવાશથી લેવાને બદલે ગંભીરતાથી લેવા માટે જણાવ્યું છે.

મારા પરિવારમાં 3 ભાઈઓ અને એક બહેન, મારા મોટા બાપુજીના છોકરાઓ કોરોનાથી ગુજીરી ગયા. આ વસ્તુને ગંભીરતાથી લેવાની જરૂર છે. આ સમયે આપણે માસ્ક પહેરવું જ જોઈએ. સોશિયલ ડિસ્ટન્સ પર ધ્યાન રાખવું જોઈએ. ઘરની બહાર જવાની કોઈ જરૂર નથી. હું એક વર્ષથી ઘરની બહાર નથી નીકળ્યો. એક વર્ષથી કાર ચલાવી નથી. મારી ઉંમરે કાંઈપણ થઈ શકે છે. મેં અને મારા પત્નીએ વેક્સિન લઈ લીધી છે. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે ગાઈડલાઈનનું પાલન કરો. આગામી 30 દિવસો સુધી ક્યાંય પણ બહાર ન જશો. તમામ પબ્લિક ફંક્શનને ટાળો.

હાલ ગુજરાતની વાત કરીએ તો કોરોનાને કારણે ગુજરાતની સ્થિતિ બદતર થઈ રહી છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. એટલું જ નહીં પણ સ્મશાનો પણ હાઉસફૂલ થઈ ગયા છે. જ્યારે RT-PCR ટેસ્ટના રિપોર્ટ માટે પણ બે-બે દિવસની રાહ જોવી પડી રહી છે. અને રેમડેસિવિર ઈન્જેક્શન માટે પણ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે. તેવામાં સામ પિત્રોડાની જેમ આપણે પણ ઘરે રહીને અને નિયમોનું પાલન કરીને કોરોના સામે પોતાને અને પોતાના પરિવારને બચાવી શકીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન