Sandesh Impact: Police investigate misconduct with NRI, order issued by commissioner
  • Home
  • Ahmedabad
  • Sandesh Impact: NRI સાથે પોલીસનું ગેરવર્તન, કમિશનરે આપ્યા તપાસના આદેશ

Sandesh Impact: NRI સાથે પોલીસનું ગેરવર્તન, કમિશનરે આપ્યા તપાસના આદેશ

 | 8:21 pm IST

આણંદના બોરસદના NRI પરિવારને અમદાવાદ એરપોર્ટ પર કડવો અનુભવ થયો હતો. આ સાથે જ એકવાર ફરી ગુજરાત પોલીસની છબી ખરડાઇ હતી. વિદેશથી આવતા NRIઓને એરપોર્ટ બહાર પોલીસ દ્વારા હેરાનગતિ કરવાનો આ કિસ્સો વાયુવેગે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયાએ પોલીસની પોલ ખોલી નાંખી હતી. આ વીડિયો પરથી સ્પષ્ટ દેખાય છે કે NRIઓને અમદાવાદ એરપોર્ટ પર હેરાન કરાય છે.

હવે આ મામલે સત્ય હકીકત શોધવા માટે કમિશ્નર આશિષ ભાટીયાએ ક્રાઇમ બ્રાન્ચને આદેશ આપ્યો છે. ખરેખર આ એનઆરઆઇ સાથે શું ઘટના ઘટી હતી અને પોલીસે ખરેખર કેવો વ્યવહાર કર્યો છે તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને કમિશ્નર દ્વારા સોંપવામાં આવી છે.

આ પહેલા તમને જણાવી દઇએ કે, Sandesh.com દ્વારા સૌથી પહેલા આ ખબરને લોકો સમક્ષ લાવી હતી. ખરેખર આણંદના બોરસદના NRI પરિવારને પોલીસનો કડવો અનુભવ થયો હતો. કસ્ટમ ક્લિયર હોવા છતાં પોલીસે રસ્તા વચ્ચે માલસામાન ખોલાવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેના કારણે પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા છે. પોલીસની હેરાનગતિને લઈને આણંદ સાંસદને રજુઆત કરવામાં આવી હતી. આ ઘટના અમદાવાદ એરપોર્ટ બહાર જ બની હતી. આ ઘટના દરમિયાન NRI પરિવાર અને પોલીસ વચ્ચે બોલાચાલી થઇ હતી. પોલીસે NRI પરિવારનો માલસામાન ખોલાવ્યો હતો. બીજી બાજુ NRI પરિવારે પોલીસે યુનિફોર્મ ન પહેરાવાને લઇને આક્ષેપો કર્યા હતા.

આ ઘટનાની વિગતવાર ચર્ચા કરીએ તો, ન્યૂજર્સીથી બોરસદના એન.આર.આઇ પરિવાર સાથે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતાં અને તેઓ કારમાં બેસીને બોરસદ આવવા નીકળ્યાં હતાં. એરપોર્ટની બહાર જ 1 કિ.મીના અંતરે અમદાવાદની પોલીસે તેઓની કાર અટકાવી હતી. ગુજરાતમાં દારૂબંધી છે. તેથી તમે કોઇ કેફી પદાર્થ લાવ્યા છો કે નહી. તેની ચકાસણી કરવી પડશે. તેમ કહીને એન.આર.આઇ સાથે જીભાજોડી કરીને તમામ માલ સામાન ચેક કર્યો હતો. આમ ગુજરાત પોલીસ દરેક વ્યક્તિને શંકાની નજરે જોઇને આતંકવાદીની જેમ ચેક કરે છે. તેની સામે એન.આર.આઇને રોષ નોંધાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન