Saroj Khan who is one of the popular Bollywood choreographers
  • Home
  • Entertainment
  • Bollywood
  • નસીબનું ચક્ર પલટાયું, માધુરીને સ્ટાર બનાવનાર દેશની પ્રખ્યાત કોરિયોગ્રાફરને કામના ફાંફાં..!!

નસીબનું ચક્ર પલટાયું, માધુરીને સ્ટાર બનાવનાર દેશની પ્રખ્યાત કોરિયોગ્રાફરને કામના ફાંફાં..!!

 | 11:40 am IST

બોલિવૂડની પ્રખ્યાત કોરિયોગ્રાફર સરોજ ખાને ઈન્ડસ્ટ્રીમાં ઘણા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. પરંતુ તેણે માધુરી દિક્ષિતની કારકિર્દીને ઉંચાઈ પર લઈ જવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જો કે આજે તેને પણ કામના ફાંફાં છે. માધુરી તેની અભિનયની સાથે સાથે તેની ડાન્સિંગ સ્ટાઈલ માટે પણ પ્રખ્યાત રહી છે.

માધુરી દીક્ષિતે સરોજ ખાન વિશે કહ્યું હતું – મેં મારી કારકિર્દીની શરૂઆત સરોજજી સાથે કરી હતી. તે ખૂબ જ પ્રતિભાશાળી મહિલા છે. તે એક કલાકાર છે જેણે આખા ગીતને સુંદર બનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં સરોજે 2 હજારથી વધુ ગીતોની કોરિયોગ્રાફી કરી છે. આજે 22 નવેમ્બરે સરોજ ખાનનો જન્મદિવસ છે.

જો કે દેશના સૌથી પ્રખ્યાત કોરિયોગ્રાફર હોવા છતાં સરોજ ખાનને આજે કામનો અભાવ છે અને સંઘર્ષ કરવો પડી રહ્યો છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે સરોજ ખાનને બોલિવૂડમાં કામ મળતું નથી અને આ કારણે તે યુવા અભિનેત્રીઓને ડાન્સ ક્લાસ આપી પોતાનું ગુજરાન ચલાવી રહી છે.

સરોજ ખાને ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું સલમાન ખાનને મળી હતી અને તેણે મને પૂછ્યું હતું કે તમે આજકાલ શું કરો છો? તેથી મેં તેમને પ્રામાણિકપણે કહ્યું કે આ દિવસોમાં મારી પાસે કોઈ જ કામ નથી. તેથી હું યુવાન અભિનેત્રીઓને ભારતીય શાસ્ત્રીય નૃત્ય શીખવી રહી છું. મારી વાત સાંભળ્યા પછી સલમાને કહ્યું – હવે તમે મારી સાથે કામ કરશો. તે જ સમયે માધુરી દીક્ષિતે આ સમાચાર પર કહ્યું હતું કે જો સરોજજીએ આવું કહ્યું હોય તો તે ફિલ્મ જગતને ખુબ મોટું નુકસાન છે.

આ વીડિયો પણ જુઓ: થરાદમાં મંદિરમાં ત્રાટક્યા તસ્કરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન