સાઉદીના રાજાએ ભારતીય કારીગરોને મદદ માટે કરી પહેલ, બે દિવસમાં કરશે નિકાલ - Sandesh
  • Home
  • World
  • સાઉદીના રાજાએ ભારતીય કારીગરોને મદદ માટે કરી પહેલ, બે દિવસમાં કરશે નિકાલ

સાઉદીના રાજાએ ભારતીય કારીગરોને મદદ માટે કરી પહેલ, બે દિવસમાં કરશે નિકાલ

 | 4:17 pm IST
  • Share

દેશની બહાર કયારેય પણ લોકો મુસીબતમાં હોય ત્યારે તેને મદદ કરવા માટે વિદેશ મંત્રાલય હંમેશા કાર્યરત હોય છે. હાલમાં સાઉદી આરબમાં કેટલીક કંપનીઓ બંધ થયા બાદ સાઉદી આરબની ભારતીય રાજદૂત કચેરી ત્યાંના ભારતીય બેકારોને તેમનો બાકી પગાર અને એક્ઝિટ વિઝા અપાવવાની દિશામાં હાલ પ્રયાસ કરી રહી છે, જેને ભારત સરકાર તરફથી પૂરતો સહકાર મળી રહ્યો છે.

આ અંગે ભારત સરકારે સાઉદી અરબના અધિકારીઓને પણ ત્યાં રહેલા ભારતીયોને શક્ય તેટલી ઝડપથી એક્ઝિટ વિઝા આપવા જણાવ્યું છે. આ સાથે જ આ પ્રકારન શ્રમિકોનો બાકી પગાર પણ તાત્કાલિક આપી દેવા અનુરોધ કર્યો છે. સાઉદી અરબમાં ઊભી થયેલી આવી પરિસ્થિતિનો ક્યાસ મેળવવા વિદેશ રાજ્ય પ્રધાન વી.કે. સિંહ પણ ત્યાં શુક્રવાર સુધી રોકાશે. હાલ સાઉદી અરબમાં 7700 ભારતીય શ્રમિક ત્યાંની 20 શિબિરમાં આશરો લઈ રહ્યા છે. તેમજ ત્યાંના રાજાએ પણ વી.કે.સિંહને મળીને તમામ સહાયતની વાત કરી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યું કે, ભારતીય રાજદૂત કચેરીએ ભારતીય સમુદાયની એક બેઠક બોલાવી હતી, જેમાં રાજદૂતે અસરગ્રસ્ત ભારતીયો વિશે માહિતી એકત્ર કરવા તેમની મદદ માગી હતી, જ્યારે બીજી તરફ સાઉદી અરબ સરકારે પણ ભારતીય શ્રમિકોના પડતર મુદ્દાને તાકીદે હલ કરવાની ખાતરી આપી છે.

આ દરમિયાન અખાતી દેશોના પ્રશ્નો સંભાળતા વિદેશ રાજ્ય પ્રધાન વી.કે.સિંહના સાથી સભ્ય એમ. જે. અકબરે ગઈ કાલે સાઉદી અરબના રાજદૂત સઉદ બિન મહંમદ અલ સતીની મુલાકાત લીધી હતી અને નોકરી ગુમાવનારા ભારતીયોને પડી રહેલી મુશ્કેલી અંગે જાણકારી મેળવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો