Say Bye to Dry Skin Problems Forever, Try This Effective Remedy
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ડ્રાય ત્વચાની સમસ્યાને કાયમ માટે કહો Bye, અજમાવો આ અસરકારક ઉપાય

ડ્રાય ત્વચાની સમસ્યાને કાયમ માટે કહો Bye, અજમાવો આ અસરકારક ઉપાય

 | 12:26 pm IST
  • Share

ત્વચાને પોષણ આપવા માટે, સ્નાન કર્યા પછી લોશન લગાવવું જરૂરી છે. નહીં તો ત્વચા સુકાવા માંડે છે. ત્વચા સુકાવાને કારણે રફ બની જાય છે. આને કારણે ક્યારેક ખંજવાળ અને બળતરા પણ થાય છે. આવી સ્થિતિમાં, તમે તેનાથી બચવા માટે ઘરેલું બોડી બટરનો ઉપયોગ કરી શકો છો. તે લાંબા સમય સુધી ત્વચાને પોષણ આપીને ભેજને જાળવવામાં મદદ કરશે. આ સાથે, તે ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં અને ત્વચાને સ્વચ્છ, તેજસ્વી અને નરમ બનાવવામાં મદદ કરશે.

શિયા બોડી બટર

સામગ્રી

શિયા બટર – 1/2 કપ
બદામ તેલ – 5 ચમચી
લવંડર તેલ – 2-3 ટીપાં

બનાવવાની રીત

. સૌ પ્રથમ શિયા બટરને ઓગાળી લો.
. હવે તેને આંચ પરથી ઉતારી લો અને થોડો ઠંડુ થવા દો.
. તેમાં તેલ નાખો.
. જ્યારે આ મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં લવંડર ઓઇળ નાંખો.
. હવે આ મિશ્રણને બ્લેન્ડર વડે બ્લેન્ડ કરો.
. તૈયાર બોડી બટરને એર ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો અને તેને ફ્રિજમાં રાખો.
. તમારા હોમમેઇડ શિયા બોડી બટર તૈયાર છે.

તેને સ્નાન કર્યા પછી તરત જ લગાવો. આ સિવાય દિવસભર સુકી ત્વચાની સમસ્યામાં તેનો ઉપયોગ કરો. આ ત્વચાને ઉંડે સુધી પોષણ આપે છે. શુષ્ક ત્વચાની સમસ્યા દૂર થશે અને ત્વચા નરમ, સ્વચ્છ અને ગ્લોઇંગ દેખાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન