કહો જોઈએ, રિલેશનશિપમાં કઈ-કઈ વાતને અવગણવી? - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • કહો જોઈએ, રિલેશનશિપમાં કઈ-કઈ વાતને અવગણવી?

કહો જોઈએ, રિલેશનશિપમાં કઈ-કઈ વાતને અવગણવી?

 | 4:17 am IST
  • Share

સંબંધો કેટલીક વખત સાવ ફલતું વાતમાં પણ મચકોડાઈ જાય છે તો કેટલીક વાર નાની વાતમાં રિલેશન તૂટી જાય છે. આ નાની અને ફલતંુ વાતો કઈ હોય, કેવી હોય એ જાણી લેવાની જરૂર છે.

હાથીના હાથી પસાર થઈ જાય અને કીડીને રોકવામાં આવે.

આવી એક ઉક્તિ આપણે ત્યાં પ્રચલિત છે અને આ પ્રચલિત ઉક્તિ એક નહીં અનેક જગ્યાએ ઉપયોગી પણ છે. ખાસ કરીને વાત જ્યારે સંબંધોની હોય ત્યારે તો આ ઉક્તિને સાચી રીતે અને યોગ્ય પ્રકારે જીવનમાં ઉતારી લેવી જોઈએ. આજે મોટાભાગે એ બનતું રહે છે કે હાથી જેવી ભૂલોને પાર કરી દેવામાં આવે છે પણ સાવ નાની અને ફલતું કહેવાય એવી વાતોમાં સંબંધોમાં અંટશ ઊભી કરીને સંબંધોમાં ખટાશ ઉમેરી દેવામાં આવતી હોય છે. આ જે કંઈ થઈ રહ્યું છે એ સ્વાભાવિક રીતે યોગ્ય નથી. શેક્સપિયરના એક નાટકમાં સંવાદ છેઃ ‘સજા મંજૂર છે પણ સજા જે કારણોસર મળી રહી છે એ કારણ સાથે આ સજા મંજૂર નથી.’

લાગણીના દાવા પર અને પ્રેમના ઓચ્છવ પર સજા સહન કરવા જે તૈયાર છે એ પ્રેયસી પણ ન છૂટકે કહે છે કે જે સજા આપી એની સામે નહીં, પણ સજા માટે જે કારણ આપવામાં આવી રહ્યું છે એની સામે મારો વિરોધ છે. આવો જ વિરોધ સંબંધોમાં અને સ્નેહના વ્યવહારમાં સૌ કોઈને હોય શકે છે. જો કારણ વ્યાજબી ન હોય તો. હવે મુદ્દો એ છે કે કારણ વ્યાજબી છે કે નહીં એ જાણવું કઈ રીતે? કઈ રીતે નક્કી કરવું કે કારણ વાજબી છે કે ગેરવ્યાજબી અને કઈ રીતે નક્કી કરવું કે જે વાતમાં વિરોધ થઈ રહ્યો છે એ વિરોધ હાથીનો છે કે પછી કીડીનો? સામાન્ય રીતે થતી મુંઝવણો વચ્ચે જ થયેલા એકદમ તરોતાજા સર્વેમાં કેટલાક કારણો એવા દર્શાવવામાં આવ્યા છે કે જેને લઈને સંબંધોમાં ક્યારેય અંટશ ન આવવી જોઈએ, ખાસ કરીને ત્યારે, જ્યારે એના વિશે પૂરી સમજ અને ખબર ન હોય. આ વાતોમાં જો કોઈ સૌથી પહેલા નંબર પર કંઈ આવતું હોય તો એ છે પૈસો. વાઈફ કે હસબન્ડ કોઈપણ જાતની ખરીદી કરીને આવી જાય તો પહેલે જ ઝાટકે રિએકશન આપવાને બદલે બહેતર છે કે વાતને સમજવાની, ખર્ચની આવશ્યકતાને પોતાની જ દ્રષ્ટિએ વ્યાજબી ઠેરવવાની કોશિશ કરવી જોઈએ. માની નહીં શકાય પણ માનવું જ પડે એવી વાત એ છે કે પૈસાના કારણે ઓછામાં ઓછા ૯ ટકા કપલ વચ્ચે ઝઘડો થઈ જાય છે અને એ પણ સિરિયસ-લેવલ પર. આ ઝઘડામાં હસબન્ડ કે બોયફ્રેન્ડની પૈસાની બાબતમાં થતી ખોટી, કારણ વિનાની કમેન્ટ પણ એટલી જ જવાબદાર છે. આજ તો બહુ ખર્ચો કરાવી નાખ્યો, પર્સ ખાલી કરાવવાનો ઈરાદો જ લાગે છે… એવા ડાયલોગ્સનો ઉપયોગ કરવાથી કોઈને પણ દુઃખ થઈ શકે છે અને એ પછી પણ આ દુઃખ પહોંચાડવામાં આવતું હોય છે.

બીજા નંબરે આવે છે સ્માર્ટ ફેન. એકબીજાના ફેન જોવાની જે આદત હોય છે એ આદત વગર કારણે જોખમી પુરવાર થઈ જાય છે. બહુ ફલતંુ કહેવાય એવા કારણોસર આ મોબાઈલ ઝઘડો કરાવી દેવાનું કામ કરે છે.

સ્માર્ટ ફેનના કારણે ઈનોસન્ટ લેવલના કહેવાય એટલે હાનીકર્તા ન હોય એવા ફ્લર્ટનું પ્રમાણ વધ્યું છે. કોઈ જોખમ ન હોય એવું આ ફ્લર્ટ કરી લેવાની તક હવે ૮૨ ટકા લોકો જતી નથી કરતાં. આવા સમયે વગર કારણે થયેલા એ ફ્લર્ટના મેસેજ કે એ નિર્દોષ મજાકમસ્તીનો કોઈ હેતુ નથી હોતો એ પછી પણ જો એ સંબંધોમાં તિરાડ લઈ આવવાનું કામ કરે છે. બે ઘડી આનંદની આ પ્રક્રિયાના કારણે સાત ટકા સંબંધોમાં અવિશ્વાસ આવ્યાનું નોંધાયું છે તો ઓલમોસ્ટ ડબલ એટલે કે ચૌદ ટકા સંબંધોમાં આ પ્રકારના મેસેજ પણ ખોટા પગલાં પણ લેવામાં આવ્યા છે. સીધી અને સરળ વાત એ છે કે જો મોબાઈલ જોવા જ હોય તો બહેતર છે કે શંકા ન કરો અને જે જવાબ આપવામાં આવે એને હકીકત માનો. કારણ કે વ્યક્તિ તમારી બાજુમાં, તમારી સામે અને તમારી સાથે જ છે. જો વાસ્તવીકતા એ જ હોય તો પછી વાતને વળ ચડી જાય એ સ્તર પર કજિયો ઉભો કરવાની જરૂર નથી. મોબાઈલ જોવામાં કંઈ ખોટું નથી પણ એમાંથી નીકળનારી નાની અમસ્તી વાતને મોટું સ્વરૂપ આપી દેવામાં આવે છે.

ત્રીજું અને મહત્વનું કારણ પણ કંઈક આ જ પ્રકારનું છે અને મનોચિકિત્સક એ કારણમાં સોશ્યિલ મીડિયાને ગણાવે છે. ફેસબૂક કે પછી બીજી સોશ્યલ નેટવર્કની વેબસાઈટ પર એકબીજાને આપવામાં આવતી કમેન્ટસને લઈને તકલીફે ઊભી થવા માંડે છે, જે આગળ જઈને મોટું વિકરાળ રૂપ લે છે. કમેન્ટ કોઈ કરે છે, થર્ડ પર્સન કરે છે અને એ પછી પણ આપણે ઝઘડો આપણી વ્યક્તિ સાથે કરતાં હોઈએ છીએ. આ પ્રકારે થયેલા ઝઘડાઓના કારણે લોકોએ સોશ્યલ સાઈટ પર રહેવાનું બંધ કરી દેવાથી માંડીને પોતાના એકાઉન્ટ ડીલીટ કર્યાના પણ દાખલાઓ છે તો સાથોસાથ લગન્ ન થયા હોય પણ લગન્ સુધી પહોંચી જવાના હોય એવા કપલ છૂટા પડી ગયાના પણ દાખલાઓ છે. આ પરિસ્થિતીમાં એક વાત સૌથી પહેલી યાદ રાખવાની જરૂર છે કે તમારી વાઈફ કે ગર્લફ્રેન્ડના ફેટો પર કે પછી એની કોઈ કમેન્ટ પર પ્રતિક્રિયા કોઈ આપી રહ્યું છે અને જ્યારે ત્રીજી વ્યક્તિ દ્વારા આપવામાં આવી રહી હોય ત્યારે તમારા અંગત સંબંધોની એની અસર શું કામ થવી જોઈએ. જો એ રીતે પ્રતિક્રિયા તમે પણ આપતાં રાા તો પછી તમારા અને પેલા ફેસબૂકીયા સંબંધોમાં શું ફ્રક રાો?

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો