SBI KAVACH Personal Loan: SBI gives loan Upto 5 lakh For covid treatment
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • SBI પોતાના ખાતાધારકોને કોરોનાની સારવાર માટે આપશે 5 લાખ રૂપિયાની લોન

SBI પોતાના ખાતાધારકોને કોરોનાની સારવાર માટે આપશે 5 લાખ રૂપિયાની લોન

 | 7:12 pm IST
  • Share

ભારતીય સ્ટેટ બેંકે પોતાના ખાતાધારકોને લોન આપવાની સ્કીમની શરૂઆત કરી છે, જેઓને કોરોનાની સારવાર માટે પૈસાની જરૂર છે. SBI કવચ પર્સનલ લોન સ્કીમ હેઠળ ખાતાધારકો કે તેના પરિવારજનોની કોરોના સારવાર માટે આ લોન આપવામાં આવશે. જો ખાતાધારક કે તેના પરિવારથી કોઈ સભ્ય 1 એપ્રિલ 2021 કે તે પછી કોરોના પોઝિટિવ હશે તો તે સારવાર માટે આ સ્કીમ હેઠળ લોન લઈ શકે છે. આ લોન સેલરી, નોન સેલરી કે પેન્શન વગરના ખાતાધારકો સહિત તમામ ખાતાધારકોને મળી શકે છે.

કોરોનાની સારવાર માટે આ પર્સનલ લોનની વ્યાજદર હાલ 8.5 ટકા રાખવામાં આવી છે. જે હેઠળ પાંચ લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. લોનની સમયસીમા 5 વર્ષની છે. જેમાં ત્રણ મહિનાની મોરાટોરિયમ સમયસીમા પણ સામેલ છે. 60 મહિના માટે આપવામાં આવતી આ લોકનમાં 3 મહિનાની EMI છૂટ પણ સામેલ છે. એટલે કે ગ્રાહકને ફક્ત 57 મહિનાની જ EMI ચૂકવવાનું રહેશે. આ સ્કીમ હેઠળ 25 હજાર અને મહત્તમ 5 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે. આ માટે કોઈ પ્રોસેસિંગ ફી, સિક્યોરિટી ડિપોઝિટ અને પ્રી પેમેન્ટ પેનલ્ટી નહીં લાગે. લોન માટે કોઈ ફોરક્લોઝર ચાર્જ પણ નહીં લાગે.

લોન માટે કોઈપણ એસબીઆઈ બ્રાંચ કે યોનો એપ ઉપર પણ એપ્લાય કરી શકાય છે. પ્રી એપ્રુવ્ડ પર્સનલ લોન માટે યોનો એપ પર એપ્લાય કરી શકાય છે. જો તમે એસબીઆઈથી કોરોનાની સારવારના ખર્ચ માટે તૈયાર છો તો તેને જલ્દીમાં જલ્દી ચૂકવવાની કોશિશ કરો. લોનને પાંચ વર્ષની સમયસીમા સુધી ન રાખો. તેનાથી તમારા પર વ્યાજનું બોજ વધતું જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન