SBI launches corona-rakshak-policy for corona treatment
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • SBI માત્ર 156 રૂપિયામાં કરાવશે તમારા કોરોનાની સારવાર, જાણો સમગ્ર પ્લાન

SBI માત્ર 156 રૂપિયામાં કરાવશે તમારા કોરોનાની સારવાર, જાણો સમગ્ર પ્લાન

 | 4:24 pm IST
  • Share

કોરોના(CORONA) આખા દેશમાં ઝડપથી વકરી રહ્યો છે, આવી સ્થિતિમાં જો તમે પણ કોરોનાથી પીડિત છો અને સારવારના ખર્ચને લઈને ચિંતિત છો, તો જરા પણ ટેન્શન ન લો. દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ (State Bank of India) તમારા કોરોના ખર્ચ માટે એક વિશેષ યોજના લાવ્યા છે, જેમાં તમે ફક્ત 156 રૂપિયામાં ભરીને તેનો લાભ લઈ શકો છો. તમને જણાવી દઈએ કે બેંકની આ યોજનાનું નામ કોરોના રક્ષક પોલિસી છે. ચાલો તમને આ વિશે વિગતવાર જણાવીએ.

SBI કોરોના રક્ષક પોલીસી વિશે મહત્વપૂર્ણ બાબતો

  • એસબીઆઈ કોરોના રક્ષક પોલીસી એ એક આરોગ્ય વીમા સુરક્ષા યોજના છે.
  • સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કોવિડ પોલિસી કોઈપણ તબીબી પરીક્ષણ વિના જારી કરવામાં આવે છે.
  • અહીં તમને 100 ટકા કવર મળશે.
  • કોરોના રક્ષક પોલિસી ખરીદવાની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ છે.
  • કોરોના રક્ષક પોલીસીમાં ન્યૂનતમ પ્રિમિયમ 156 રૂપિયા અને મહત્તમ 2230 રૂપિયાની ચૂકવણી કરી શકાય છે.
  • સ્ટેટ બેંકની કોરોના રક્ષક પોલીસીમાં 105 દિવસ, 195 દિવસ અને 285 દિવસનો સમયગાળો છે.
  • પોલીસીમાં ન્યૂનતમ 50 હજાર રૂપિયાનું અને મહત્તમ બે લાખ પચાસ હજાર રૂપિયાનું કવર મળે છે.
  • 50 હજાર રૂપિયાનું કવર મેળવવા માટે વ્યક્તિએ 157 રૂપિયા ચૂકવવા પડે છે.
  • ગ્રાહકો કોરોના પોલિસી વિશે વધુ માહિતી માટે 022-27599908 પર મિસ્ડ કોલ કરીને લઈ શકે છે.
  • એસબીઆઇ કોરોના રક્ષક પોલિસીની મુખ્ય લાક્ષણિકતા એ છે કે તે સિંગલ પ્રીમિયમ રેન્જમાં આપવામાં આવે છે.

આ પોલીસી વિશે વધુ માહિતી માટે https://www.sbilife.co.in/en/individual- Life-insures/traditional/corona-rakshak. તમે આ લિંકની મુલાકાત લઈ શકો છો.

24 કલાકમાં 1.84 લાખ કેસ આવ્યા

દેશમાં એક તરફ જ્યાં કોરોના દર્દીઓનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. તે જ સમયે, કોવિડને કારણે થતા મૃત્યુની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 1.84 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે 1000 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ભારતમાં કોરોનાના સક્રિય કેસ હવે 13 લાખને પાર કરી ગયા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં દરરોજ દોઢ લાખથી વધુ કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે.

આ વીડિયો પણ જૂઓ: CM યોગી આદિત્યનાથ કોરોના પોઝીટીવ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન