SBI Shares Useful Tips against Cyber Fraud
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • SBIની આ ટિપ્સને બરાબર જાણી લો, ક્યારેય પણ નહીં બનો ઓનલાઈન ફ્રોડનો શિકાર

SBIની આ ટિપ્સને બરાબર જાણી લો, ક્યારેય પણ નહીં બનો ઓનલાઈન ફ્રોડનો શિકાર

 | 6:52 pm IST
  • Share

ભારતીય સ્ટેટ બેંકે પોતાના કરોડો ગ્રાહકોને હાલમાં સતત વધતી જતાં ઓનલાઈન અને કેવાયસી ફ્રોડ અંગે ગ્રાહકોને ચેતવ્યા છે. બેંકે આવા ફ્રોડથી સાવચેત રહેવા માટે અનેક ટિપ્સ પણ લોકોને આપી છે. બેંકે કહ્યું છે કે ગ્રાહક કોઈની પણ સાથે ઓનલાઈન સંવદેનશીલ જાણકારી શેર ન કરે અને કોઈ અજ્ઞાત સોર્સ પાસેથી કોઈ એપ ડાઉનલોડ ન કરે.

1. કોઈની પણ સાથે પોતાની મહત્વપુર્ણ જાણકારી જેવી કે જન્મતારીખ, ડેબિટ કાર્ડ સંખ્યા, ઈન્ટરનેટ બેંકિંગ યુઝર આઈડી/પાસવર્ડ, ડેબિટ કાર્ડ પિન, સીવીવીસ, ઓટીપી જેવી વસ્તુઓ શેર ન કરો.
2. એવા ફેક કોલથી સાવધાન રહો જ્યાં પોતાને એસબીઆઈ, આરબીઆઈ, પોલીસ અધિકારી કે કેવાયસી સાથે સંકળાયેલ જણાવતા હોય.
3. કોઈ અજ્ઞાત સોર્સથી આવનાર મેલમાં એટેચમેન્ટ પર ક્લિક ન કરો
4. અજ્ઞાન ફોન કે મેઈલના આધારે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ ન કરો
5. ઈમેઈલ, SMS કે અન્ય સોશિયલ મીડિયા પર અપાતી સંદિગ્ધ ઓફર પર ધ્યાન ન આપો.

આ ઉપરાંત KYC ફ્રોડને લઈને પણ SBI દ્વારા ટિપ્સ આપવામાં આવી છે.

1. કોઈપણ લિંક પર ક્લિક કરતાં પહેલાં અનેક વખત વિચારો
2. બેંક ક્યારેય પણ KYC અપડેટ કરવા માટે લિંક મોકલતો નથી
3. પોતાના મોબાઈલ અંગે સિક્રેટ જાણકારી શેર ન કરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન