SC ultimatum: the Center-Delhi government plans to stop pollution
  • Home
  • India
  • સુપ્રીમનું અલ્ટિમેટમ : 24 કલાકમાં કેન્દ્ર-દિલ્હી સરકાર પ્રદૂષણ રોકવા યોજના બનાવે 

સુપ્રીમનું અલ્ટિમેટમ : 24 કલાકમાં કેન્દ્ર-દિલ્હી સરકાર પ્રદૂષણ રોકવા યોજના બનાવે 

 | 8:10 am IST
  • Share

  • પ્રદૂષણ આટલું વધી ગયું છે તો શાળાઓ કેમ ચાલુ રાખી ? : દિલ્હી સરકારની ઝાટકણી

  • બન્ને સરકાર પ્રદૂષણ રોકવાનાં પગલાં ભરવામાં ચૂક કરશે તો અમે આદેશ કરીશું : સુપ્રીમ

  • વાયુ પ્રદૂષણના મોરચે કોઈ કામગીરી થઈ રહી નથી : કોર્ટ

 

સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે અમને લાગે છે કે વાયુ પ્રદૂષણના મોરચે કોઇ કામગીરી થઇ રહી નથી. તેના સંદર્ભમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે જે ઉદ્યોગો નક્કી કરેલા સ્ટાન્ડર્ડનું પાલન કરતા ન હતા તેમને બંધ કરાયા છે અને તે બાબતે રાજ્ય સરકારોને પણ માહિતી આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ જણાવ્યું હતું કે સરકાર તરફથી આ બાબતે ઝડપી ગતિથી કામગીરી થઇ રહી છે અને અધિકારીઓ સતત વાયુ પ્રદૂષણની સમસ્યાને હલ કરવા માટે કામ કરી રહ્યા છે. 

દિલ્હીમાં પ્રદૂષણના મુદ્દે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર કડક વલણ અખત્યાર કર્યું છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી દરમિયાન કેન્દ્ર અને દિલ્હી સરકારને વાયુ પ્રદૂષણ રોકવા માટે 24 કલાકની અંદર યોજના સાથે હાજર થવા અલ્ટિમેટમ આપ્યું હતું. કોર્ટે જણાવ્યું હતું કે જો આ બન્ને સરકાર પ્રદૂષણ રોકવા માટેનાં પગલાં ભરવામાં ચૂક કરશે તો અમે આ અંગે આદેશ કરીશું. સર્વોચ્ચ અદાલત હવે આ મામલે શુક્રવારે સવારે 10 કલાકે વધારે સુનાવણી કરશે.

ગુરુવારે કોર્ટે દિલ્હીની કેજરીવાલ સરકારને પૂછયું હતું કે જ્યારે પાટનગરમાં પ્રદૂષણ આટલી હદ સુધી વધી ગયું છે ત્યારે શાળાઓને કેમ ખુલ્લી રાખવામાં આવી છે? ટોચની અદાલતે જણાવ્યું હતું કે જ્યારે પુખ્ત લોકો માટે વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા થઇ શકતી હોય ત્યારે બાળકોને ફરજિયાત કેમ શાળાએ મોકલવામાં આવી રહ્યાં છે?

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અમે ઔદ્યોગિક અને વાહનોનાં પ્રદૂષણને લઇને ગંભીર છીએ. તમે કોઇના ખભે બંદૂક રાખીને ના ચલાવી શકો. તમારે પગલાં ભરવાં જ પડશે. આખરે શાળાઓને શા માટે ખુલ્લી રાખવામાં આવી છે. તે પછી સર્વોચ્ચ અદાલતે એર ક્વોલિટી મેનેજમેન્ટને જણાવ્યું હતું કે આપણે કટોકટીની સ્થિતિમાં કટોકટીની પદ્ધતિઓ અનુસાર કામ કરવું પડશે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો