સ્કૂલોની ફીમાં 700થી 46,400 સુધીનો ઘટાડો : ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • સ્કૂલોની ફીમાં 700થી 46,400 સુધીનો ઘટાડો : ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

સ્કૂલોની ફીમાં 700થી 46,400 સુધીનો ઘટાડો : ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

 | 11:19 am IST
  • Share

અમદાવાદ ઝોનની ફી નિર્ધારણ કમિટી દ્વારા વધુ ૩૩ ખાનગી સ્કૂલોની પ્રોવિઝનલ ફી જાહેર કરી છે. અત્યાર સુધીમાં કુલ ૧૮૬ સ્કૂલોની પ્રોવિઝનલ ફી જાહેર થઈ ચૂકી છે. શુક્રવારે જાહેર કરેલી પ્રોવિઝનલ ફીમાં ૭૦૦થી રૂ.૪૬,૪૦૦ સુધીનો ઘટાડો કરાયો હોવાનું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યુ હતુ. તેઓએ વધુમાં ઉમેર્યુ હતુ કે, નક્કી કરાયેલ પ્રોવિઝનલ ફી સામે સંબંધિત શાળાને વાંધો હોય તો તે એક અઠવાડિયામાં ફી નિયમન ઝોનલ કમિટી સમક્ષ રજૂઆત કરી શકશે. જે તે શાળાની ફી નિયમનની આ પ્રક્રિયા સુપ્રિમ કોર્ટના આખરી આદેશને આધિન રહેશે.

શુક્રવારે પ્રોવિઝનલ ફીમાં અમદાવાદ શહેરની ૫ શાળાએ કરેલ દરખાસ્તમાં કમિટીએ રૂ.૩૪૬૦થી રૂ.૪૪,૫૦૦ સુધીનો ઘટાડો કર્યો છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યની ૮ સ્કૂલોની ફીમાં રૂ.૧,૮૫૦થી રૂ.૪૦,૦૦૦ સુધીનો ઘટાડો થયો છે. મહેસાણા જિલ્લાની ૨ શાળાઓમાં રૂ.૫,૬૦૦થી રૂ.૪૬,૪૦૦નો જ્યારે ગાંધીનગર જિલ્લાની ૧૨ શાળાઓમાં રૂ.૩,૪૦૫થી રૂ.૩૬,૫૦૦ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. પાટણ જિલ્લાની ૧ શાળામાં રૂ.૭૦૦થી રૂ.૧,૧૦૦નો ધટાડો કરવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લાની ૫ શાળામાં રૂ.૧,૦૦૦થી રૂ.૨૬,૦૦૦નો ધટાડો થયો હોવાનું શિક્ષણ મંત્રીએ જણાવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ઝોનની ફી નિર્ધારણ કમિટી દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૮૬ ખાનગી સ્કૂલોની પ્રોવિઝનલ ફી જાહેર કરી દેવામાં આવી છે. એજ રીતે અગાઉ સુરત ફી નિયમન કમિટીએ સુરતની કમિટીએ ૫૭ અને વડોદરાની કમિટીએ ૧૮ ખાનગી શાળાઓની પ્રોવિઝનલ ફી જાહેર કરી હતી. આમ ઝોનલ કમિટીઓ દ્વારા તમામ ખાનગી સ્કૂલોની પ્રોવિઝનલ ફી જાહેર થયા બાદ અને જે કઈ વાંધા અરજીઓ આવશે તેના નિકાલ બાદ ઝોનલ કમિટીઓ રાજ્યકક્ષાની કમિટીને રિપોર્ટ આપશે અને રાજ્યકક્ષાની કમિટી તમામ ખાનગી સ્કૂલોની ફીનો રિપોર્ટ સુપ્રિમમાં આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન