Scientist Discovered Carbon On Moon Can Produce Fuel
  • Home
  • Top News
  • પેટ્રોલના ભાવથી ‘તોબા’ પોકારેલ માટે Good News, વૈજ્ઞાનિકોએ કરી ખાસ શોધ

પેટ્રોલના ભાવથી ‘તોબા’ પોકારેલ માટે Good News, વૈજ્ઞાનિકોએ કરી ખાસ શોધ

 | 11:31 am IST
  • Share

  • ચંદ્રમાના ધ્રુવ પર કાર્બનડાયોક્સાઇડ કોલ્ડ ટ્રેપની ઉપસ્થિતિની પુષ્ટિ કરી

  • ઇંધણની સાથો સાથ બાયોમટિરીયલ્સ માટે મહત્વપૂર્ણ સંસાધન તરીકે થઇ શકશે

  • કાર્બન એક મહત્વપૂર્ણ તત્વ: નૉર્બર્ટ શૉર્ગહોફર

     

પેટ્રોલના ભાવમાં કૂદકેને ભૂસકે વધારો થઇ રહ્યો હતો અને દરરોજ રેકોર્ડબ્રેક સપાટીએ કિંમત પહોંચી જતી. જો કે થોડાંક સમય પહેલાં કેન્દ્ર સરકારે પેટ્રોલના ભાવને કાબૂમાં લેવા માટે ખાસ પગલું ભર્યું હતું. તેના લીધે ભાવમાં ઘટાડો નોંધાયો છે. છતાંય હજી ભાવ તો ઘણા ઉંચા હોવાની ચર્ચા છે તેની વચ્ચે વૈજ્ઞાનિકોએ પેટ્રોલ સાથે જોડાયેલા એક રિસર્ચને રજૂ કર્યું છે.

ચંદ્ર પર ભવિષ્યના મિશનને પૂરું કરવા માટે માત્ર 2,38,855 માઇલનું અંતર કાપીને ચંદ્ર પર પહોંચ્યાની ‘અડધી સફળતા’ છે. વૈજ્ઞાનિકોનું લક્ષ્ય માત્ર ચંદ્ર પર પહોંચવાનું જ નથી પરંતુ ત્યાં માનવ ઉપસ્થિતિને બનાવી રાખવાની છે. તેના માટે અંતરિક્ષ યાત્રિઓને ચંદ્રની સપાટી પર સંસાધન ઉભા કરવાની જરૂર છે. તાજેતરમાં જ એક રિસર્ચ પરથી જાણવા મળ્યું કે ભવિષ્યમાં અંતરિક્ષ પેસેન્જર્સને ચંદ્ર પર લાંબો સમય પસાર કરવામાં મદદ કરી શકે છે.

વૈજ્ઞાનિકોનો ઉદ્દેશ ચંદ્ર પર ભવિષ્યના મિશન માટે પગ જમાવવાનો છે. વૈજ્ઞાનિકોએ તાજેતરમાં જ ચંદ્રમાના ધ્રુવો પર કાર્બનડાયોક્સાઇડ કોલ્ડ ટ્રેપની ઉપસ્થિતિની પુષ્ટિ કરી છે. તેનાથી સ્થાનિક સંસાધનોને વિકસિત કરી શકાશે. તેનો ઉપયોગ ઇંધણની સાથો સાથ બાયોમટિરીયલ્સ અને એટલે સુધી કે સ્ટીલની પ્રોડક્ટ માટે એક મહત્વપૂર્ણ સંસાધન તરીકે કરી શકે છે. પ્લેનેટરી સાયન્સ ઇન્સ્ટિટ્યુટના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને નવા અભ્યાસના મુખ્ય લેખક નૉર્બર્ટ શૉર્ગહોફર બતાવે છે કે કાર્બન એક મહત્વપૂર્ણ તત્વ છે.

ચંદ્રના ઠંડા અને અંધકારમય વાતાવરણમાં કામ કરવું મુશ્કેલ

શૉર્ગફોફર અને તેમના સહયોગીઓએ જિયોફિઝિકલ રિસર્ચ લેટર્સમાં પ્રકાશિત એક પેપરમાં પોતાના રિસર્ચનું વિવરણ આપ્યું છે. રિસર્ચના મતે ચંદ્રમા પર માત્ર કાર્બન ડાયૉક્સાઇડ જ નહીં પરંતુ તેનો વિશાળ જથ્થો પણ છે. જો ચંદ્રના ઠંડા વાતાવરણમાંથી કાર્બન નીકાળવાની એક ખાસ ટેકનિક હજી વિકસિત થઇ નથી પરંતુ આ પૃથ્વી પર ખાણ સંસાધનોના સમાન જ હશે. શૉર્ગહોફરે કહ્યું કે સ્થાયી અંધકારમાં કામ કરવું પડકારજનક છે. આ એક ખૂબ જ પડકારજનક વાતાવરણ છે પરંતુ તેમ છતાંય પૃથ્વીથી લાવવાની સરખામણીમાં આ ખૂબ જ સરળ છે.

સ્થાનિક સંસાધનો પર વૈજ્ઞાનિકોની નજર

પૃથ્વીમાંથી કાર્બનનું પરિવહન ખૂબ જ મોંઘું થશે અને સાથો સાથ પૃથ્વીની ભ્રમણમાં એક પાઉન્ડ પેલોડ લગાવમાં લગભગ 10,000 ડોલરનો ખર્ચ આવશે. આથી સ્થાનિક સંસાધનો હોવું એક શ્રેષ્ઠ વિકલ્પ લાગે છે. અંતરિક્ષ એજન્સીઓની પાસે અત્યારે પણ કાર્બન ડાયૉક્સાઇના ખાણકામની રીત વિકસિત કરવા માટે થોડોક સમય છે. ચંદ્ર પર ઉતરનાર આર્ટેમિસના ચાલક દળ હવે 2024ની જગ્યાએ 2025માં ઉડાન ભરશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો