SEBI, DRI probing some Adani Group companies, says MoS Finance
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • અદાણી ગ્રૂપને લાગ્યો જોરદાર ઝાટકો, આખેઆખો મામલો પહોંચ્યો સંસદ સુધી

અદાણી ગ્રૂપને લાગ્યો જોરદાર ઝાટકો, આખેઆખો મામલો પહોંચ્યો સંસદ સુધી

 | 6:03 pm IST
  • Share

SEBI પોતાના નિયમોના અનુપાલનને લઇ અદાણી ગ્રૂપની કેટલીય કંપનીઓની તપાસ કરી રહ્યું છે આ અંગેની માહિતી નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સોમવારના રોજ સંસદમાં આપી.

જોરે રાજ્ય મંત્રીએ એ વાતનો ઇન્કાર કર્યો કે અદાણી ગ્રૂપની કંપનીઓમાં એફપીઆઈના રોકાણ અંગે ED કોઇ તપાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ED શેરોના દિન પ્રતિદિન ટ્રેડિંગના મામલામાં અદાણી ગ્રૂપમાં હિસ્સાવાળા FPIની કોઇ તપાસ કરી રહ્યું નથી.

અદાણીના શેર તૂટી ગયા

શેરબજારમાં અદાણી ગ્રૂપની છ લિસ્ટેડ કંપનીઓ આ રીતની છે- અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટસ અને અદાણી પાવર.

આ સમાચાર આવતા જ આજે અદાણી કંપનીના શેર તૂટવા લાગ્યા. અદાણી એન્ટરપ્રાઇઝ અંદાજે 4.5 ટકા, અદાણી પાવર 4 ટકા, અદાણી પોર્ટ અંદાજે 4 ટકા, અદાણી ટ્રાન્સમિશન 5 ટકા, અદાણી ટોટલ ગેસ 5 ટકા તો અદાણી ગ્રીન એનર્જી 3 ટકા તૂટ્યો.

વિદેશી ફંડોના એકાઉન્ટ પર પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે ગયા મહિને એક અંગ્રેજી અખબારમાં આવેલા સમાચાર આવ્યા હતા કે નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ (NSDL)એ ત્રણ વિદેશી ફંડોના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ફંડોએ અદાણી ગ્રૂપની કંપનીઓમાં રૂ.435000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેના લીધે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોમાં મોટો ઘટાડો આવ્યો.

NSDLએ Albula ઇન્વેસ્ટમેન્ટ ફંડ, Cresta ફંડ, અને APMS ઇનવેસ્ટમેન્ટ ફંડના એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે. ડિપોઝિટરીની વેબસાઇટના મતે આ એકાઉન્ટ 31મી મેના રોજ કે તેની પહેલાં જ ફ્રીઝ કરાયા છે. આ ત્રણેય ફંડ મોરેશિયસના છે અને સેબીમાં તેમણે વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ તરીકે રજીસ્ટર્ડ કરાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન