Selectors' mistake in T20 World Cup will cost India dearly MSK Prasad
  • Home
  • Sports
  • Cricket
  • ટી-20 વર્લ્ડકપમાં સિલેક્ટર્સની આ ભૂલ ટીમ ઇન્ડિયાને પડશે ભારે!

ટી-20 વર્લ્ડકપમાં સિલેક્ટર્સની આ ભૂલ ટીમ ઇન્ડિયાને પડશે ભારે!

 | 10:30 pm IST
  • Share

  • વિશ્વકપમાં ભારતની મોટી ભૂલ સાબિત થઇ શકે
  • ટીમ ઇન્ડિયા એક ઠીકઠાક ટીમ છે : એમએસકે પ્રસાદ
  • એમએસકે પ્રસાદે હાર્દિક પંડ્યાને લઇ ચિંતા વ્યક્ત કરી

ટી-20 વિશ્વકપની શરૂઆત યૂએઇ અને ઓમાનમાં 17 ઓક્ટોબરે થશે, જેમા ટીમ ઇન્ડિયા આ મહા ટૂર્નામેન્ટની ટ્રોફી માટે પ્રબળ દાવેદાર છે. વિરાટ કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 24 ઓક્ટોબરે દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ચિર પ્રતિદ્વંદ્વી પાકિસ્તાન વિરૂદ્ધ કરશે. પસંદગી સમિતિના પૂર્વ અધ્યક્ષ એમએસકે પ્રસાદનું માનવું છે કે, ભારતે આ મહિને રમાનાર ટી-20 વર્લ્ડકપ માટે પોતાની ટીમમાં એક ઝડપી બોલર ઓછો સામેલ કર્યો છે. તે સાથે જ હાલની ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને બોલિંગ ન કરાવવાને લઇ પણ થોડા ચિંતિત છે.

વિશ્વકપમાં ભારતની મોટી ભૂલ સાબિત થઇ શકે

પ્રસાદે આ અંગે એક મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે,‘આ એક ઠીકઠાક ટીમ છે પરંતુ મને લાગે છે કે ટીમમાં એક ઝડપી બોલર ઓછો છે કારણ કે આપણા મોટાભાગના મુકાબલા દુબઇ અને અબુધાબીમાં રમાશે માટે કદાચ વધુ એક ઝડપી બોલર હોત તો સારૂ રહેતું.’ તેમણે કહ્યું,‘જો આપણે શારજાહમાં વધુ મેચ રમતા તો આ ઠીક રહેતું પરંતુ એક બોલર વધારે હોવો જોઇએ અને હાર્દિક બોલિંગ ન કરતા આ વધુ મહત્ત્વપૂર્ણ છે. મને લાગે છે કે આ એક ચિંતાની વાત છે.’

શું હાર્દિક કરશે બોલિંગ?

શારજાહની પિચો સ્પિનરોની મદદગાર છે જ્યારે દુબઇ અને અબુધાબીની રપિતોથી ઝડપી બોલરોને મદદ મળે છે, જેમ કે આઇપીએલમાં પણ જોવા મળ્યું છે. ભારતીય ટીમના મહત્ત્વના સદસ્ય હાર્દિક આઇપીએલના યૂએઇમાં ચાલી રહેલા હાલના તબક્કામાં પાંચ વખત ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ તરફથી બોલિંગ નથી કરી રહ્યો. જોકે ફ્રેંચાઇઝીએ કહ્યું છે કે, ભારતીય ટીમમાં તેના મહત્ત્વને જોતા તેઓ હાર્દિકને લઇ ઉતાવળ કરશે નહીં.

આ સ્થિતિ વિશે પ્રસાદને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું,‘જુઓ, હાર્દિકને ટીમમાં ઓલરાઉન્ડર તરીકે પસંદ કરવામાં આવ્યો છે, બેટ્સમેન તરીકે નહીં, તેને ઓલરાઉન્ડર તરીકે જોવામાં આવે છે જે ટીમને સંતુલન આપે છે.’ તેમણે કહ્યું,‘ તેની પાસે બોલિંગ કરાવામાં ન આવે એવો નિર્દેશ આપવામાં આવ્યો છે કે એ એક આશ્ચર્યની વાત છે અથવા તેને માત્ર વિશ્વકપ માટે બોલિંગ કરાવા બચાવવામા આવ્યો છે. આપણને અસલ સ્થિતિ વિશે કોઇ જાણકારી નથી પરંતુ આદર્શ સ્થિતિમાં હાર્દિકને ઓલરાઉન્ડર તરીકે પસંદ કરવામાં આવ્યો છે, હું તેને બોલિંગ કરતા જોવાનું પસંદ કરતો.’

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો