Senior journalist Vinod Dua passes away, confirms his daughter
  • Home
  • India
  • વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનું 67 વર્ષની વયે નિધન

વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનું 67 વર્ષની વયે નિધન

 | 5:54 pm IST
  • Share

  • વિનોદ દુઆની પુત્રીએ સોશિયલ મીડિયા પર તેમના નિધનની માહિતી આપી

  • ભારત સરકારે વર્ષ 2008માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા

  • 1996માં તેમને રામનાથ ગોએન્કા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો

ભારતના વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆ હવે આ દુનિયામાં નથી રહ્યા. વિનોદ દુઆનું લાંબી માંદગી સામે લડતા આખરે અવસાન થયું. વિનોદ દુઆના નિધનના સમાચારથી ભારતીય મીડિયા જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમના નિધન પર દેશભરના તેમના સાથીદારો અને સાથી પત્રકારો શોક વ્યક્ત કરી રહ્યા છે.

આ વિશે માહિતી આપતા વિનોદ દુઆની પુત્રી મલ્લિકા દુઆએ લખ્યું, મારા નીડર, નિર્ભિક અને અસાધારણ પિતા વિનોદ દુઆ હવે આ દુનિયામાં નથી રહ્યા. દિલ્હીની રેફ્યુજી કોલોનીમાંથી બહાર આવીને તેમણે પત્રકારત્વની દુનિયામાં 42 વર્ષની કારકિર્દીમાં સત્તાની સામે સત્યને રાખ્યું. તે હવે અમારી માતા અને તેની પત્ની ચિન્ના સાથે સ્વર્ગમાં છે, જ્યાં તેઓ બંને સાથે ગીતો ગાશે અને પ્રવાસ કરશે.


વાસ્તવમાં, આ વર્ષે વિનોદ દુઆ અને તેમની પત્ની ચિન્ના દુઆ કોરોનાની બીજી લહેરમાં વાયરસનો ભોગ બન્યા હતા. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. વિનોદ દુઆની પત્ની ચિન્ના દુઆ હોસ્પિટલમાંથી પરત ફર્યા બાદ જૂન મહિનામાં પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સ સામે હારી ગઈ હતી. પત્નીના અવસાન બાદ વિનોદ દુઆ પણ બીમાર પડવા લાગ્યા હતા અને તબિયત બગડવાના કારણે તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઉત્તમ પત્રકારત્વને કારણે દેશમાં તેમના લાખો ચાહકો છે

67 વર્ષીય વિનોદ દુઆને પત્રકારત્વની દુનિયાના ચમકતા સ્ટાર તરીકે જોવામાં આવતા હતા. દાયકાઓ સુધી ફેલાયેલી તેમની પત્રકારત્વ કારકિર્દીમાં, વિનોદ દુઆએ ઘણા મીડિયા હાઉસમાં કામ કર્યું. તેમના ઉત્તમ પત્રકારત્વને કારણે દેશમાં તેમના લાખો ચાહકો છે. તેમણે દૂરદર્શન, એનડીટીવી અને સ્વરાજ જેવી સંસ્થાઓમાં ઘણી જવાબદારીઓ નિભાવી હતી. 1996માં તેમને શ્રેષ્ઠ ભારતીય પત્રકારત્વ માટે રામનાથ ગોએન્કા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ભારત સરકારે વર્ષ 2008માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો