Serum's Adar Poonawalla has left India, Shift in UK
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતને કોરોનામાં મોટી ભેટ આપનારા સીરમના અદાર પૂનાવાલાએ ભારત છોડ્યું, કર્યો મોટો ધડાકો

ભારતને કોરોનામાં મોટી ભેટ આપનારા સીરમના અદાર પૂનાવાલાએ ભારત છોડ્યું, કર્યો મોટો ધડાકો

 | 10:18 pm IST
  • Share

ભારત કોરોના વાયરસના અજગરી ભરડામાં જકડાયું છે. દેશ આખો માત્ર બે સ્વદેશી વેક્સીનના ભરોષે ઉભો છે. મહારાષ્ટ્રના પુના ખાતે આવેલી ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કોરોનાની વેક્સીન બનાવવામાં પહેલાક્રમે છે. પરંતુ અચાનક જ સીરમના પ્રમુખ આદર પુનાવાલાએ ભારત છોડી દીધું છે. તેઓ લાંબા સમય માટે લંડન ચાલ્યા ગયા છે.

અહેવાલ પ્રમાણે લંડન ચાલ્યા જવા પાછળનું કારણ આદર પુનાવાલાએ ભારતમાં વેક્સીનની વધતી જતી માંગણીને ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, કોરોનાની રસીના ઉત્પાદનને લઈને તેમના પર ભારે દબાણ ઉભુ કરવામાં આવી રહ્યું હતું.

સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા લાંબા સમય માટે લંડન જવાના અહેવાલ સામે આવ્યા છે. રિપોર્ટસના જણાવ્યા મુજબ શનિવારે પૂનાવાલાએ જણાવ્યું હતું કે, તેમને સતત ધમકી ભર્યા કોલ આવી રહ્યા છે. સીરમ કંપની દેશમાં કોરોના રસી કોવિશીલ્ડ ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનેકા કોરોનાની રસીનું ઉત્પાદન કરી રહી છે.

અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે, હું અહીંયા (લંડન) લાંબા સમય માટે આવ્યો છું. કારણે કે હું તે સ્થિતિમાં પાછો જવા માંગતો નથી. તમામ જવાબદારી મારા ખભે મૂકી દીધી છે. પરંતુ હું આ એકલો નથી કરી શકતો. હું એવી સ્થિતિમાં નથી રહેવા માંગતોથી હું જ્યાં તમે ફક્ત પોતાનું કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો અને તમને ધમકીઓ મળે કારણ કે, તમે અમુક લોકોની જરૂરીયાત પૂરી નથી કરી રહ્યા.

ઉલ્લેખનીય છે કે, આ અઠવાડીયે જ આદર પૂનાવાલાએ જણાવ્યું કે, ભારતના કેટલકા અત્ય્ંત શક્તિશાળી લોકો દ્વારા તેમને સતત ધમકીઓ મળી રહી છે. ત્યાર બાદ તુંરત જ ભારત સરકાર દ્વારા તેમને Y કેટેગરીની સુરક્ષા પણ આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન