Settle disputes through mediation: Don't waste years in court Ramanna
  • Home
  • India
  • મધ્યસ્થિથી વિવાદની પતાવટ કરોઃ કોર્ટના ચક્કરમાં વર્ષો બરબાદ ના કરો : રમન્ના

મધ્યસ્થિથી વિવાદની પતાવટ કરોઃ કોર્ટના ચક્કરમાં વર્ષો બરબાદ ના કરો : રમન્ના

 | 8:15 am IST
  • Share

  • કોર્ટના ચક્કરમા પડવા સામે ચીફ જસ્ટિસે મહાભારતનું ઉદાહરણ આપ્યું

  • સંભવ હોય ત્યાં સુધી મહિલાઓએ જ વિવાદના ઉકેલ માટે મધ્યસ્થી કરવી જોઇએ : CJI

  • સંપત્તિનું વિતરણ સૌહાર્દપૂર્ણ ઢંગથી કરો

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાએ શનિવારે હૈદ્રાબાદમાં જણાવ્યું હતું કે લોકોએ આખરી સમયે કોર્ટનો આશરો લેવો જોઇએ. એનવી રમન્નાએ કોર્ટનો આશરા કરતાં મધ્યસ્થતાનુ મહત્વ વધુ હોવાનું જણાવતાં કહ્યું હતું કે મહાભારતમાં પણ મધ્યસ્થતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આપણે મધ્યસ્થતાના માધ્યમથી વિવાદોને સમાપ્ત કરી શકીએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભગવાન શ્રાીકૃષ્ણે મહાબારતમાં પાંડવો અને કૌરવો વચ્ચે મધ્યસ્થતા દ્વારા હલ લાવવાનો પ્રયાસ કર્યો હતો. દેશની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયામૂર્તિએ જણાવ્યું હતું કે જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી મહિલાઓએ જ વિવાદના ઉકેલ માટે મધ્યસ્થી કરવી જોઇએ.

હૈદ્રાબાદના મધ્યસ્થતા કેન્દ્રનું ઉદ્ઘાટન કરતાં રમન્નાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોર્ટ જતાં પહેલા મધ્યસ્થતાના માધ્યમથી વિવાદને હલ કરવાનો પ્રયાસ કરવો જોઇએ.

સંપત્તિનું વિતરણ સૌહાર્દપૂર્ણ ઢંગથી કરો

જસ્ટિસ એનવી રમન્નાએ જણાવ્યું હતું કે મધ્યસ્થતાના માધ્યમથી ઓછામા ઓછા સમયમાં સમાધાન પ્રાપ્ત થઇ શકે છે. વર્ષો સુધી અદાલતોના ચક્કર કાપવામાંથી સમય બચવો જોઇએ. તેમણે જણાવ્યું હતું કે સંપત્તિનું વિતરણ પરિવારના સભ્યો દ્વારા સૌહાર્દપૂર્ણ ઢંગથી થવું જોઇએ. આ ઉપરાંત તેમણે વિભિન્ન કોર્ટમાં પડતર કેસોનો વહેલામાં વહેલી તકે નિકાલ લાવવા ઉપર ભાર આપ્યો હતો.

કેન્દ્રની સરખામણી સિંગાપોર અને લંડન સાથે કરી

આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા કેન્દ્રના ઉદઘાટન સમારોહમાં બોલતા જસ્ટિસ રમન્નાએ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રના કુશળ કામકાજને સુનિિૃત કરવા માટે વિશ્વભરની બેસ્ટ પ્રેક્ટિસને ધ્યાનમાં

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો