Several offices of Dainik Bhaskar Group were raided by the Income Tax Department
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જાણીતા અખબાર ભાસ્કર ગૃપની અમદાવાદ-ભોપાલ સહિતની ઓફિસ પર IT અને EDના દરોડા

જાણીતા અખબાર ભાસ્કર ગૃપની અમદાવાદ-ભોપાલ સહિતની ઓફિસ પર IT અને EDના દરોડા

 | 10:56 am IST
  • Share

દેશભરમાં દૈનિક ભાસ્કર ગ્રુપની અનેક ઑફિસો પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાછે. IT અને EDએ દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં દૈનિક ભાસ્કરની ઑફિસો પર રેડ પાડી છે. ભાસ્કર જૂથની જયપુર, અમદાવાદ, નોઈડા, મુંબઈ, ભોપાલમાં આવેલી ઑફિસો પર IT અને EDએ દરોડા પાડ્યા હોવાની માહિતી મળી રહી છે. મળતી માહિતી પ્રમાણે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ સહિત ઇન્દોરમાં પણ અખબારની ઑફિસો પર દરોડા પાડવામાં આવ્યા છે.

આ ઉપરાંત આવકવેરા વિભાગના અધિકારી અખબાર ગ્રુપના પ્રમોટરોના નિવાસસ્થાનોની પણ તપાસ કરી રહ્યા છે. આવકવેરા વિભાગના સૂત્રોનું કહેવું છે કે સમૂહ દ્વારા ટેક્સ ચોરીની સૂચના બાદ આ રેડ પાડવામાં આવી રહી છે. દૈનિક ભાસ્કર ગ્રુપ દેશના સૌથી મોટા મીડિયા ગ્રુપમાંથી એક છે. 12થી વધારે રાજ્યોમાં તે અલગ-અલગ ભાષાઓમાં પ્રકાશિત થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આવકવેરા વિભાગની આ મોટી રેડ છે.

ભાસ્કર કાર્યાલયમાં રહેલા તમામ કર્મચારીઓના ફોન જપ્ત કરી લેવામાં આવ્યા છે. સાથે જ કોઈને પણ બહાર જવા દેવામાં નથી આવી રહ્યા. સમગ્ર સર્ચ ઑપરેશન દિલ્હી અને મુંબઈની ટીમ દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે. દરોડાની કાર્યવાહીમાં 100થી વધારે અધિકારી/કર્મચારી સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન