Shahrukh Khan Meets Son Aryan Khan In Jail Ask Home Food For Son
  • Home
  • Entertainment
  • Bollywood
  • શું હું મારા દીકરાને ઘરનું ભોજન આપી શકું? શાહરૂખને મળ્યો આવો જવાબ

શું હું મારા દીકરાને ઘરનું ભોજન આપી શકું? શાહરૂખને મળ્યો આવો જવાબ

 | 4:10 pm IST
  • Share

  • શાહરુખ ખાન જેલમાં દીકરાને મળવા પહોંચ્યો હતો

  • દીકરા સાથેની મીટીંગ દરમિયાન વચ્ચે હતી કાચ અને લોખંડના સળિયાની દીવાલ

  • મીટીંગ દરમિયાન ભાવુક થયા બાપ-દીકરો

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ફસાયા હોવાના કારણે છેલ્લા 14 દિવસથી જેલમાં છે. આર્યન જેલમાં પરેશાન છે ત્યારે ગુરુવારે સવારે શાહરૂખ ખાને આર્થર રોડ જેલમાં જઈને પોતાના દીકરાની હિંમત વધારી. અગાઉ, શાહરૂખ ખાન અને ગૌરી ખાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પુત્ર સાથે વાતચીત કરી હતી.

મહારાષ્ટ્રમાં કોરોના પ્રોટોકોલની ગાઈડલાઈન્સ હતી કે કેદી પરિવારના સભ્ય સાથે સામસામે નહીં મળી શકે, પરંતુ 21 ઓક્ટોબરે ગુરુવારના રોજ આ ગાઈડલાઈન્સમાં છૂટછાટ આપવામાં આવી હતી.

શાહરુખ ખાન કેવી રીતે મળ્યો આર્યનને?

શાહરુખ ખાન જયારે તેના દીકરાને મળવા ગયો ત્યારે તેને કોઈ ખાસ ટ્રીટમેન્ટ આપવામાં આવી ન હતી. મીટીંગ સમયે આર્યન ખાન અને શાહરુખ વચ્ચે લોખંડના સળિયાની અને કાચની દીવાલ હતી. કોરોનાને કારણે આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શાહરુખ અને આર્યને ઇન્ટરકોમ પર વાત કરી. આ દરમિયાન 2 ગાર્ડ્સ ત્યાં હાજર હતા.

આર્યન ખાન લાંબા સમય પછી તેના પિતાને જોઈને રડી પડ્યો હતો. શાહરુખ ખાન માટે પણ તેના દીકરાને આવી હાલતમાં જોવું સહેલું નહોતું. 15 મિનિટની એ ક્ષણો શાહરુખ-આર્યન માટે ખૂબ જ ઈમોશનલ હતી.

આર્યન ખાને તેના પિતા શાહરુખ ખાનને કહ્યું કે તેને જેલનું ભોજન પસંદ નથી. શાહરુખ ખાને આ અંગે જેલના અધિકારીઓને પૂછ્યું કે શું તે પોતાના દીકરાને ઘરનું ખાવાનું આપી શકે? તો અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઘરનું ભોજન આપવા માટે કોર્ટ પાસેથી પરવાનગી લેવી પડશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો