Shakib Al Hasan Apologize for His Stump and Umpire Controversy
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • સ્ટમ્પને લાત મારતાં વિવાદ થતાં શાકિબની શાન આવી ઠેકાણે, માફી માગતા કહી આ વાત

સ્ટમ્પને લાત મારતાં વિવાદ થતાં શાકિબની શાન આવી ઠેકાણે, માફી માગતા કહી આ વાત

 | 9:25 pm IST
  • Share

ઢાકા પ્રીમિયર લીગમાં શાકિબ અલ હસને અમ્પાયરનું અપમાન કરતાં તેમની સાથે અભદ્ર વર્તન કર્યું હતું અને સ્ટમ્પને લાતો મારી ઉખેડી દીધા હતા. જે બાદ સોશિયલ મીડિયમાં તેનો વીડિયો વાઈરલ થયો હતો અને ફેન્સ રોષે ભરાયા હતા. આ મામલાનો ભારે વિરોધ થતાં શાકિની શાન ઠેકાણે આવી હતી અને સોશિયલ મીડિયામાં માફી માગી હતી.

શાકિબ અલ હસને લખ્યું કે, પિત્તો ગુમાવ્યા બાદ મેચ ખરાવ માટે હું માફી માગુ છું. ખાસ કરીને એ લોકોને કે જેઓ ઘરે મેચ જોઈ રહ્યા છે. મારા જેવા અનુભવી ખેલાડીને આ પ્રકારની પ્રતિક્રિયા આપવી જોઈતી ન હતી. પણ દુર્ભાગ્યથી આમ થઈ ગયું. આ માનવીય ભૂલ માટે હું ટીમ, મેનેજમેન્ટ અને મેચ અધિકારીઓ મઉપરાંત આયોજન સમિતિની માફી માગું છું. આશા કરું છું કે ભવિષ્યમાં તેને પુનરાવર્તન ન કરું.

શાકિબ અલ હસને મારી હતી લાત

ઢાકા પ્રીમિયર લીગમાં મોહમ્મડન ક્રિકેટ ક્લબથી રમતાં શાકિબ અલ હસને મુશફિકુર રહીમને બોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે અમ્પાયર સામે LBWની અપીલ કરી હતી. જો કે આ માગને ફગાવી દેતાં રોષે ભરાયેલાં શાકિબે સ્ટમ્પને લાત મારીને ઉખેડી દીધા હતા. એટલું જ નહીં આ જ મેચ દરમિયાન છઠ્ઠી ઓવરમાં તેણે અમ્પાયર સાથે અભદ્ર વર્તન કરતાં હાથ વડે સ્ટમ્પને ઉખેડી જમીન પર પછાડ્યા હતા. જે બાદ ફેન્સ દ્વારા તેની આકરી ટીકા કરવામાં આવી હતી. અને તેને બેન કરી દેવાની માગ કરાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન