Shakib Al Hasan Beat the son of a businessman who abused his wife
  • Home
  • Sports
  • Cricket
  • પત્ની સાથે ગેરવર્તન કરનાર બિઝનેસમેનના પુત્રની આ ખેલાડીએ કરી હતી ધોલાઇ

પત્ની સાથે ગેરવર્તન કરનાર બિઝનેસમેનના પુત્રની આ ખેલાડીએ કરી હતી ધોલાઇ

 | 6:07 pm IST
  • Share

  • બાંગ્લાદેશનો શાકિબ અલ હસન વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં સામેલ
  • શાકિબ અલ હસનની પત્ની ખુબ છે મોડલ અને સોફ્ટવેર એન્જિનિયર
  • શાકિબે પત્ની માટે એક બિઝનેસમેનને ફટકાર્યો હતો

બાંગ્લાદેશના શાકિબ અલ હસનને વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં ગણવામાં આવે છે. તે પોતાના અંગત જીવનને લઇ ગણો ચર્ચામાં રહે છે. શાકિબની પત્ની તેની સુંદરતા માટે ખૂબ જ ફેમસ છે. શાકિબ અલ હસનની પત્નીનું નામ ઉમ્મે અહમદ શિશિર છે જે વ્યવસાયે બાંગ્લાદેશની મોડલ અને સોફ્ટવેર એન્જિનિયર છે.

શાકિબ અલ હસન વર્ષ 2010માં કાઉન્ટી ક્રિકેટ રમવા માટે ઈંગ્લેન્ડ ગયો હતો, જ્યાં તે ઉમ્મે અહેમદ શિશિર સાથે પ્રથમ વખત મળ્યો હતો. તમને જણાવી દઈએ કે ઉમ્મેનો પરિવાર મૂળ બાંગ્લાદેશી છે, પરંતુ જ્યારે તે 10 વર્ષની હતી ત્યારે તેના માતા-પિતા અમેરિકા આવી ગયા હતા અને ત્યારથી ઉમ્મે અને તેનો પરિવાર અમેરિકામાં રહે છે.

એક તરફ જ્યાં શાકિબ અલ હસન કાઉન્ટી ક્રિકેટના સંબંધમાં બ્રિટન આવ્યો હતો તો બીજી તરફ ઉમ્મે પણ રજા માણવા માટે ઈંગ્લેન્ડ પહોંચી હતી. તે સમયે બંને એક જ હોટલમાં રોકાયા હતા અને અહીં જ બંને પ્રથમવાર મળ્યા હતા. બંને પ્રથમ મુલાકાતમાં એકબી-જાના સારા મિત્રો બની ગયા હતા. પછી જ્યારે આ મિત્રતા પ્રેમમાં પરિણમી ત્યારે ઉમ્મે કે શાકિબને તેની જાણ નહોતી.

બાદમાં સમય વીત્યો અને શાકિબ અને ઉમ્મે વચ્ચેનો પ્રેમ ગાઢ બન્યો. જ્યારે બંનેને ખબર પડી કે તેઓ એક-બીજા વિના જીવી શકશે નહીં, ત્યારે તેઓએ લગ્ન કરવાનો નિર્ણય લીધો, ત્યારબાદ 12 ડિસેમ્બર 2012ના રોજ સાકિબ અને ઉમ્મે કાયમ માટે એક થઈ ગયા, એટલે કે બંનેએ લગ્ન કરી લીધા. લગ્ન પછી વર્ષ 2015માં શાકિબ અને ઉમ્મે એક પુત્રીના પેરેન્ટસ બન્યા, જેનું નામ તેઓએ અલયના હસન ઓબ્રે રાખ્યું. ફરી એકવાર એપ્રિલ 2020માં શાકિબની પત્ની ઉમ્મે પુત્રી ઇરામને જન્મ આપ્યો. આ વર્ષે તેઓ પુત્ર ઈજાના માતા-પિતા બન્યા છે.

શાકિબને તેના અંગત જીવન વિશે વધુ વાત કરવાનું પસંદ નથી, પરંતુ તેની પત્ની ઉમ્મે તે સમયે ચર્ચામાં આવી, જ્યારે 2014માં ભારત અને બાંગ્લાદેશ મેચ દરમિયાન શાકિબે મીરપુરમાં એક બિઝનેસમેનના પુત્રને માર માર્યો હતો. ખરેખરમાં તે મેચ દરમિયાન એક બિઝનેસમેનના પુત્ર રહેમાને શાકિબની પત્ની ઉમ્મે સાથે ગેરવર્તણૂક કરી હતી અને જ્યારે શાકિબને આ વાતની જાણ થઈ તો તે કેટલાક સુરક્ષા કર્મચારીઓ સાથે સ્થળ પર પહોંચી ગયો અને રહેમાનને માર્યો હતો. રહેમાનની આ હરકતના કારણે બાદમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો