Shani Jayanti: Don't do this things shani amavasya
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • આજે સૂર્ય ગ્રહણની વચ્ચે શનિ જયંતિ, ભૂલથી પણ આ એકેય કામ ના કરતાં, શનિ થશે કોપાયમાન

આજે સૂર્ય ગ્રહણની વચ્ચે શનિ જયંતિ, ભૂલથી પણ આ એકેય કામ ના કરતાં, શનિ થશે કોપાયમાન

 | 8:11 am IST
  • Share

ન્યાય દેવ શનિની જયંતિ ગુરૂવાર એટલે કે આજે છે. શનિ જયંતિની સાથો સાથ આજે સૂર્ય ગ્રહણ પણ છે. શનિ દેવ દરેક વ્યક્તિને કર્મો પ્રમાણે ફળ આપે છે. સૂર્ય પુત્ર શનિદેવ તમામ ગ્રહોમાં નિષ્પક્ષ અને ન્યાય કરનાર હોવાનું માનવામાં આવે છે. આ સાથે જ તે ક્રૂર અને ખતરનાક ગ્રહ તરીકે પણ ઓળખાય છે. શનિ દેવ ખરાબ કાર્ય કરનારથી નારાજ રહે છે અને તેને કઠોર દંડ પણ કરે છે. એવી માન્યતા છે કે શનિ જયંતિના દિવસે શનિદોષથી પીડાતા લોકોએ ખાસ સાવધાન રહેવું જોઈએ. જાતકોએ શનિ જયંતિ પર કેટલાક કામ કરવાથી બચવું જોઈએ. આ કામ કરવાથી શનિના પ્રકોપના કારણે વ્યક્તિ કંગાળ થઈ શકે છે. શનિ દેવ પોતાના ભોગકાળમાં એમને નુકસાન પહોંચાડે છે જેમના કર્મ ખરાબ હોય છે. સારા કર્મ કરનાર પર શનિ દેવની હંમેશા કૃપા બની રહે છે અને તેમની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. આવો જાણીએ આજના દિવસે કયા કામ કરવાથી બચવું જોઇએ.

1. શનિ જયંતિના દિવસે કાચની વસ્તુઓ ખરીદવા વર્જીત મનાય છે. એટલે કે આ દિવસે બજારમાંથી કાચની વસ્તુઓ ખરીદી ઘરે લાવવી જોઇએ નહીં.

2. શનિ જયંતિના દિવસે ઘરે લોખંડમાંથી બનેલી વસ્તુઓ ના લાવો. શનિના વિશેષ કાળમાં લોખંડની વસ્તુઓ ખરીદવાથી શનિદેવ નારાજ થાય છે અને તેમનો ખરાબ પ્રભાવ તમને કંગાળ કરી શકે છે.

3. આજના દિવસે પવિત્ર છોડ તુલસી, દુર્વા, પીપળના પાન તોડવા જોઇએ નહીં. આમ કરવાથી શનિનો પ્રકોપ તમારા ઘર પર પડી શકે છે

4. આ દિવસે પૈસાની લેવડ-દેવડથી બચવાની કોશિશ કરો. કોઇ વ્યક્તિ પાસે લોન લઇ પૈસા ઘરે ના લોવા, જુઠ્ઠું બોલવું, ક્રોધ કરવાથી બચજો

5. શનિ જયંતિ પર વાળ કે નખ ના કપાઓ, આમ કરવાથી શનિદેવ તમારા આર્થિક વિકાસમાં અડચણ બનાવી શકે છે

6. શનિ જયંતિ પર કોરા કપડા એટલે કે નવા કપડાં કે નવા જૂતા ના ખરીદવા જોઇએ. આ પ્રકારની ખરીદી શુભ મનાતી નથી

7. આજના દિવસે ઘરે રહેવાનો પ્રયાસ કરો. જરૂરી હોય તો જ પ્રવાસ કરો

8. આ દિવસે ઘરે તેલ લાવવું જોઇએ નહીં અને ના તો તેલથી શરીર પર માલિશ કરાવવી જોઇએ. આ સિવાય શનિવારે શનિદેવને તેલમાં કાળા તલ ચઢાવવાથી લાભ થાય છે

9. શનિ અમાસના દિવસે શારીરિત સંબંધ બાંધવાથી બચો. સંયમ રાખો.

10. શનિ દેવને ગરીબો અને અસહાય વ્યક્તિઓના રક્ષક મનાય છે. ગરીબો અને અસહાય લોકોને પરેશાન કે અપમાનિત કરનાર વ્યક્તિને શનિની નજરમાં દંડના પાત્ર મનાય છે. આથી આમ કરવાથી હંમેશા બચો.

(નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી અને માન્યતાઓના આધાર પર છે. sandesh.com તેની પુષ્ટિ કરતું નથી)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન