shaniwar Wada: Historical place of glorious history of Marathas
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • શનિવાર વાડા : મરાઠાઓના ભવ્ય ઇતિહાસનું ઐતિહાસિક સ્થળ

શનિવાર વાડા : મરાઠાઓના ભવ્ય ઇતિહાસનું ઐતિહાસિક સ્થળ

 | 9:43 am IST
  • Share

  • ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળોમાં બેસ્ટ જગ્યા એટલે શનિવાર વાડા
  • બાજીરાવ પહેલાએ તેનું નિર્માણ કરાવ્યું હતું
  • શનિવાર વાડાનું મુખ્ય આકર્ષણ બાજીરાવની મૂર્તિ છે

જો તમને ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળોમાં રસ પડતો હોય તો શનિવાર વાડા તમારા માટે બેસ્ટ ટૂરિસ્ટ સ્પોટ બની રહેશે

દિવાળીની રજાઓ પત્યા પછી હવે સૌ કામધંધે વળગી ગયા છે. શિયાળો ધીમાં પગલે આપણી ઓસરીમાંથી હવે બેડરૂમ સુધી પહોંચી ચૂક્યો છે ત્યારે બહુમતી લોકોને બહાર નીકળવામાં ભારે આળસ થતી હોય છે. પણ અહીં જે સ્થળની વાત કરવી છે તેનો ભવ્ય ઇતિહાસ જાણ્યા પછી તમને ત્યાં જવાની ઈચ્છા ન થાય તો જ નવાઈ. અનેક ફિલ્મોમાં આપણે તેના વિશે જોયુંસાંભળ્યું છે. ઘણી ટીવી સીરિયલોમાં પણ આ સ્થળને જોયું છે. તેમ છતાં ત્યાં જવાની લાલચ રોકી શકાય તેવી નથી. તેની પાછળનું કારણ તેની પાછળનો ઈતિહાસ અને સ્થળની સુંદરતા છે

વાત છે મહારાષ્ટ્રના પૂણેમાં આવેલા શનિવાર વાડાની. 1746માં જ્યારે અહીં મરાઠા પેશવાઓની ગાદી હતી ત્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે ત્રીજા એંગ્લોમરાઠા યુદ્ધ દરમિયાન બાજીરાવ પહેલાએ તેનું નિર્માણ કરાવ્યું હતું. આ એક મજબૂત કિલ્લો છે અને તેની સુંદરતા તથા ભવ્ય ઇતિહાસ આજેય સેંકડો પ્રવાસીઓને આકર્ષિત કરે છે. 1838માં આગની એક દુર્ઘટનામાં કિલ્લાનો કેટલોક ભાગ નષ્ટ થઈ ગયો હતો પરંતુ હયાત બાંધકામ હવે એક પર્યટન સ્થળ તરીકે સચવાયેલું છે. 10 જાન્યુઆરી, 1730ના રોજ તેના પાયાનું કામ શ થયું હતું. પણ સમયાંતરે તેના બાંધકામમાં કોઈ ને કોઈ ફેરફારો થઈ રહ્યાં હતા. જેના કારણે આખું બાંધકામ પૂર્ણ થતાં ઘણાં વર્ષો નીકળી ગયાં હતાં. કિલ્લાના નિર્માણ દરમિયાન કેટલું મોડું થયું હતું તેનો અંદાજ તમે એના પરથી જ લગાવી શકો છો કે, દરવાજાનું કામ થતાં થતાં જ 1760નું વર્ષ આવી ગયું હતું. 17 નવેમ્બર, 1817ના રોજ બ્રિટિશ શાસન અહીં પહોંચ્યું. એ પછી પૂણેના પહેલા કલેક્ટર હેન્રી ડંડાસ રૉબટ્ર્સન અહીં રહ્યાં હતા. 1828માં અહીં મોટી આગ લાગી હતી જેમાં મોટાભાગની ઈમારત બળી ગઈ. એ પછી 90 વર્ષે તેને વર્ષ 1919માં રક્ષિત સ્મારક જાહેર કરાયું હતું. શનિવાર વાડા સાથે અનેક ઘટના, દુર્ઘટનાઓ જોડાયેલી છે. સ્થાનિકોનું માનવું છે કે અહીં પેશવા રાજાનું ભૂત પણ વસે છે. પેશવાઓનો દરબાર અહીંયાં જ ભરાતો. તેમનાં છોકરાંછોકરીઓનાં લગ્ન પણ અહીં જ થતાં. જો તમને ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળોમાં રસ પડતો હોય તો શનિવાર વાડા તમારા માટે જ છે

શનિવાર વાડાનું મુખ્ય આકર્ષણ બાજીરાવની મૂર્તિ છે જે અહીં મહેલના પ્રવેશદ્વાર પર જ સ્થિત છે. અહીંથી નજીકમાં જ તમે પૂણેના સૌથી જૂના બજાર પૈકીના લક્ષ્મી રોડ, તુલસી બાગ અને રવિવાર પેઠની મુલાકાત લઈ શકો છો. ત્યાંથી થોડે દૂર ઓશો આશ્રામ છે. જો તમે જીવન અને દુનિયાથી દૂર સ્વયં સાથે શાંતિપૂર્ણ સમય વિતાવવા માંગો છો તો આ યોગ્ય જગ્યા છે. દેશની આઝાદીમાં જેનું આગવું મહત્ત્વ છે તે પૂણેનો ઐતિહાસિક આગાખાન મહેલ પણ અહીંથી નજીકમાં જ છે. જ્યાં રાષ્ટ્રપિતા ગાંધીજી, કસ્તૂરબા, સરોજિની નાયડુ અને મહાદેવભાઈ દેસાઈને કેદ કરવામાં આવ્યાં હતાં. પૂણેની ફરવાલાયક જગ્યાઓ પૈકીનું આ વધુ એક આકર્ષણ છે. આ સિવાય જો તમને સંગ્રહાલયમાં સચવાયેલી ચીજવસ્તુઓ જોવાનો શોખ હોય તો અહીંના રાજા દિનકર કેળકર સંગ્રહાલય અને જોષી મિનિએચર રેલ મ્યુઝિયમની પણ મુલાકાત લઈ શકો છો. કેળકર સંગ્રહાલયમાં મુગલ સંગીતવાદ્યો, બલ્બ, માટીનાં વાસણોનું અદ્ભુત કલેક્શન છે. જ્યારે બાળકો માટે રેલ મ્યુઝિયમ ફરવાની સૌથી મસ્ત જગ્યાઓ પૈકીની એક છે. ટૂંકમાં, શનિવાર વાડાની મુલાકાત તમને ઘણું બધું નવું જણાવી, શીખવી જશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો