Shankarsinh Vaghela resigned from the NCP, saying - I have no lust for power
  • Home
  • Ahmedabad
  • NCPમાંથી શંકરસિંહ વાઘેલાએ રાજીનામું આપતા ખળભળાટ, ‘ગુજરાતમાં BJPને લાવવામાં મારો સિંહફાળો’

NCPમાંથી શંકરસિંહ વાઘેલાએ રાજીનામું આપતા ખળભળાટ, ‘ગુજરાતમાં BJPને લાવવામાં મારો સિંહફાળો’

 | 1:51 pm IST

રાજ્યસભાની ચૂંટમીમાં ભાજપ અને કોંગ્રેસ સત્તાના સોગઢા સેટ કરવામાં પડ્યા છે. ત્યારે આજે જેને આ ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી તેવા એનસીપીના પૂર્વ પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાઘેલા મેદાનમાં ઉતર્યા છે. આજે તેમને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. શંકરસિંહ વાઘેલાએ NCPમાંથી તમામ પદેથી રાજીનામું મૂકી દીધું છે. ત્યારબાદ તેમને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપને લાવવાનો સિંહફાળો મારો છે. મને સત્તાની કોઈ લાલચ નથી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, શંકરસિંહ વાઘેલા NCPથી નારાજ હોવાના કારણે પાર્ટીના તમામ પદેથી રાજીનામું આપી દીધું છે. તો બીજી તરફ, એનસીપીના કાર્યકારી અધ્યક્ષ બબલદાસ પટેલે એનસીપીમાંથી રાજીનામુ આપ્યું છે. ત્યારે શંકરસિંહ વાઘેલાએ આજે મીડિયાની વચ્ચે આવીને અનેક મોટા ખુલાસાઓ કર્યા હતા.

શંકરસિંહ વાઘેલાએ NCPના તમામ પદેથી રાજીનામું આપી દીધું હોવાની વાત કરતા જણાવ્યું કે, હું કાર્યકારી અધ્યક્ષ બબલદાસભાઈ અને કાર્યકરોનો આભાર માનું છું. મને તમામ લોકોએ ખુબ જ સારી રીતે ઘડ્યો છે, જે હું આગામી દિવસમાં નિર્ણય લઈશું. અમે સાથે રહેવાનું આશ્વાસન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, પવાર સાહેબ અને પ્રફુલભાઈ સાથે મળીને હું NCPમાં જોડાયો, પણ એમાં પણ જ્યારે મેચ ફિક્સિંગ આવે, ત્યારે મારે પાર્ટી છોડવાનો નિર્ણય લેવો પડ્યો છે.

તેમણે ઈશારો ઈશારામાં વાત કરતા જણાવ્યું હતું કે, આજકાલ લોકો ભાજપમાં જાય છે, જે એક ગયા હજુ બે જશે. મેં કોંગ્રેસને આજે પણ કહ્યું છે. મેચ ફિક્સિંગ થાય ત્યાં ન રહેવાય. પણ મારું કોઈએ ના સાંભળ્યું. ગુજરાતમાં ભાજપને લાવવાનો સિંહફાળો મારો છે. મને સત્તાની કોઈ લાલચ નથી. પરંતુ હવે જે વિધિ કરવાની હશે તો હું જલ્દી જ કરીશ. સત્તા સામે પડવા બેદાગ રહેવું પડે. ઈડી અને સીબીઆઈ કે પોલીસથી ડરાય નહિ. અમે સમાજના ડોકટર છીએ. રખડતો નથી આવ્યો. પ્રજાનું ભલું કર્યું છે. ટેક્સ ટાઇલ મંત્રી તરીકે ખેડૂતોનું ભલું કર્યું છે’.

તેમણે આજે એક જાહેરાત કરતા કહ્યું કે, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને વિધાનસભાની બેઠકો ખાલી થશે, તેની પેટાચૂંટણીઓ આવશે, એ તમામ પર લડીશ. NCP, કોંગ્રેસ કે ભાજપ નહીં હોય તોય હું ઉમેદવારો લોકો વચ્ચે મૂકીશ.

આ તમામ વાતો અને અટકળો વચ્ચે એનસીપીના પૂર્વ પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાઘેલાની ગતિવિધિઓ આશ્ચર્ય પમાડે તેવી છે. પરંતુ વાઘેલા હવે શું કરવાના છે તે તો આગામી સમય જ બતાવીશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન