ShankarSinh Vaghela Tested Corona Negative in just 10 Days
  • Home
  • Ahmedabad
  • 79 વર્ષીય શંકરસિંહ વાઘેલાએ માત્ર 10 દિવસમાં કોરોનાને આપી મ્હાત, નેગેટિવ રિપોર્ટ આવતાં ડિસ્ચાર્જ કરાયા

79 વર્ષીય શંકરસિંહ વાઘેલાએ માત્ર 10 દિવસમાં કોરોનાને આપી મ્હાત, નેગેટિવ રિપોર્ટ આવતાં ડિસ્ચાર્જ કરાયા

 | 6:36 pm IST

ગુજરાતનાં પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાનાં સમર્થકો માટે ખુશખબર છે. કોરોનાગ્રસ્ત બનેલાં શંકરસિંહ વાઘેલાએ કોરોનાને મ્હાત આપી છે. 79 વર્ષીય શંકરસિંહ વાઘેલાનો 27 જૂને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. માત્ર 10 દિવસમાં આક્રમક રાજકરણ રમતાં બાપૂએ કોરોના સામેની જંગ જીતી ગયા હતા. તેઓનો રિપોર્ટ નેગેટિવ આવતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

247 જૂને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પહેલાં તેઓ પોતાના નિવાસસ્થાન વસંતવગડામાં હોમ ક્વોરન્ટાઈન થયા હતા. જો કે, તેઓની તબિયત લથડતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ શંકરસિંહની હાલતમાં સતત સુધારો આવતો હતો. અને આજે તેઓએ કોરોનાને મ્હાત આપી છે.

ગુજરાતમાં આક્રમક રીતે રાજકરણ રમતાં શંકરસિંહએ કોરોના સામે પણ આક્રમક વલણ અપનાવી માત્ર 10 દિવસની અંદર જ મ્હાત આપી છે. 79 વર્ષની ઉંમર હોવા છતાં પણ વાઈરસ સામે લડવાના તેમનાં જુસ્સાને કારણે કોરોના પણ ઘૂંટણિયે પડ્યો હતો. આજે શંકરસિંહનો ફરીથી રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે નેગેટિવ આવતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ વીડિયો પણ જુઓઃ રાજ્યમાં ભારે વરસાદ, ડેમ અને નદીઓ છલકાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન