share stock market open on high note sensex nifty rise continue on friday
  • Home
  • Business
  • શુક્રવારે વધારા બાદ તરત જ પછડાયું શેરમાર્કેટ, બેંકિંગ સેક્ટર રહ્યું ફાયદામાં

શુક્રવારે વધારા બાદ તરત જ પછડાયું શેરમાર્કેટ, બેંકિંગ સેક્ટર રહ્યું ફાયદામાં

 | 10:42 am IST
  • Share

  • શેરમાર્કેટ આજે વધારા સાથે ખૂલ્યા બાદ પછડાયું

  • સેન્સેક્સ- નિફ્ટી રેડ ઝોનમાં પહોંચ્યા

  • સેન્સેક્સમાં બેંકિંગ સેક્ટર રહ્યું ફાયદામાં

 

 

અઠવાડિયાના છેલ્લા દિવસે શુક્રવારે શેરબજાર વધારા સાથે ખૂલ્યું હતું. આ પછી પ્રી ઓપન સેશનમાં પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો જોવા મળ્યો. સેન્સેક્સ 140 અંકના વધારા સાથે તો નિફ્ટી 17,424.90 અંક પર ખૂલ્યો હતો.

 

માર્કેટ ઓપન સમયે આવી હતી સ્થિતિ
શુક્રવારની સવારે સેન્સેક્સ 140 અંકના વધારા સાથે તો નિફ્ટી 17,424.90 અંક પર ખૂલ્યો હતો. આ પછી 10 વાગે માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ અને નિફ્ટી બંને રેડ ઝોનમાં પહોંચી ચૂક્યા હતા.

સેન્સેક્સમાં મોટા વધારા બાદ આવ્યો ઘટાડો

 

 

બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં સેન્સેક્સમાં શરૂઆતના કારોબારમાં શાનદાર વધારો જોવા મળ્યો. આ વધારો 140 અંકનો હતો અને સાથે જ સેન્સેક્સ 58500ના અંક પર ખૂલ્યો. જલ્દી કારોબારમાં વધારો જોવા મળ્યો હતો. સવારે 9.20 મિનિટે 228.39 અંકના વધારા સાથે તે 58689.69 અંક પર રહ્યો. 10 વાગ્યાના સમયે કારોબારમાં ઘટાડો આવ્યો અને 83 અંકથી વધુના ઘટાડા સાથે તે 58377 અંક પર આવ્યો હતો. ગુરુવારે સેન્સેક્સ 776.50 અંક વધીને 58461.29 અંક પર બંધ થયો હતો.

 

 

નિફ્ટી પહોંચ્યો રેડ ઝોનમાં

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ વધારા સાથે 17424.90 અંક પર ખૂલ્યો અને સવારે 9.25 મિનિટે 59.10 અંકના વધારા સાથે તે 17460.75 અંક પર હતો. આ પછી 10 વાગે તેમાં ઘટાડો જોવા મળ્યો અને રોકાણકારોના વેચાણ વધવાની સાથે જ તે 29.60 અંક તૂટીને 17372. 05 અંક પર આવ્યો. ગુરુવારે તે 234.75 અંક વધ્યો અને 17401.65 અંક પર બંધ થયો હતો.

સેન્સેક્સ પર બેંકિંગના શેરનો રહ્યો પ્રભાવ

સવારના કારોબારમાં સેન્સેક્સ પર સૌથી વધારે 2.62 ટકાનો વધારો એલએન્ડટીના શેરમાં રહ્યો, બેંકિંગ શેયરનો પ્રભાવ અલગ જોવા મળ્યો. એક્સિસ, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ, એચડીએફસી બેંક સિવાય બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ અને એચડીએફસીના શેર ગ્રીન ઝોનમા રહ્યા. રિલાયન્સ, ટીસીએસ, એશિયન પેન્ટ્સ, ટાટા સ્ટીલ અને મારુતિના શેર રેડ ઝોનમાં જોવા મળ્યા. નિફ્ટી પર પણ સૌથી વધારે 2.93 ટકાનો વધારો એલએન્ડટીના શેરમાં જોવા મળ્યો હતો. ભારત પેટ્રોલિયમ, ઈન્ડિયન ઓઈલ અને આયશર મોટર્સ જેવા શેર ગ્રીન ઝોનમાં રહ્યા. જ્યારે ભારતી એરટેલ, સિપ્લા અને સનફાર્માના શેર રેડ ઝોનમાં જોવા મળ્યા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો