Sheldon Jackson mourns aunt demise, to continue IPL 2021 commitments
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IPL રમતા ક્રિકેટરના પરિવારમાં કોરોનાથી મોત, ભાવનગરમાં ICUમાં બેડ માટે મદદ માંગી હતી

IPL રમતા ક્રિકેટરના પરિવારમાં કોરોનાથી મોત, ભાવનગરમાં ICUમાં બેડ માટે મદદ માંગી હતી

 | 8:28 am IST
  • Share

ઘરઆંગણે ક્રિકેટના ટોચના ખેલાડી અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોલકત્તા નાઇટ રાઇડર્સની તરફથી રમતા શેલ્ડન જૈક્સનના પરિવારના સભ્યનું કોવિડ-19ના લીધે સોમવારે નિધન થયું. આ 34 વર્ષનો બેટસમેન લાંબા સમય સુધી સૌરાષ્ટ્રની તરફથી રમતો રહ્યો પરંતુ પાછલા સત્રમાં તે પુડ્ડુચેરીની ટીમ સાથે જોડાઇ ગયો હતો.

જેકસને ટ્વીટ કરી કહ્યું કે આજે સાંજે મારા આન્ટીનુ નિધન થયું છે. જ્યારે મને આ સત્રમાં કેકેઆર માટે પસંદ કરાયો ત્યારે સૌથી વધુ ખુશ હતા અને આથી હું ટીમ સાથે બની રહીશ. એ બધાનો આભાર વ્યકત કરું છું જેમણે મને આ મુશ્કેલીના સમયમાં અમારી મદદ કરી અને તેમને બચાવાની કોશિશ કરી. આન્ટીના આત્માને શાંતિ મળે.

જૈક્સને થોડાક દિવસ પહેલાં જ પોતાના બીમાર આન્ટી માટે ભાવનગરમાં આઇસીયુમાં વ્યવસ્થા કરવા માટે મદદ માંગી હતી. બીજીબાજુ તેમની ટીમના બે ખેલાડી સંદીપ વોરિયર અને વરૂણ ચક્રવર્તી કોરોનાની ઝપટમાં આવી ગયા છે. તેના લીધે કેકેઆર અને આરસીબીની વચ્ચે થનાર મેચ પણ સ્થગિત કરી દેવાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન